બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amit Shah announces disaster management schemes worth Rs 8,000 crore

મોટી સહાય / ગુજરાતમાં બિપોરજોયની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર

Hiralal

Last Updated: 03:42 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની મોટી યોજના જાહેર કરી છે.

  • કુદરતી આપદા માટે કેન્દ્રે જાહેર કરી મોટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજના
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ત્રણ મોટી યોજનાઓ
  • ટોટલ 8000 કરોડનો ખર્ચ 

ગુજરાત હાલમાં અતિ ગંભીર કેટેગરીના વાવાઝોડા બિપોરજોયનો સામનો કરી રહ્યું છે. 15 જુન સુધીમાં બિપોરજોય જખૌ બંદર નજીક ત્રાટકવાની આગાહી કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કુદરતી આપદા માટે મોટા ફંડનું એલાન કર્યું છે. મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક યોજી હતી. 

8000 કરોડમાંથી કોને કેટલા મળશે 
બેઠક બાદ અમિત શાહે કહ્યું કે રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કુલ રૂ. 5,000 કરોડનો પ્રોજેક્ટ, સૌથી વધુ વસ્તી ધરાવતા સાત મહાનગરો - મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ - શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે અને 17 રાજ્યોમાં ભૂસ્ખલન નિવારણ માટે 825 કરોડની રકમનો સમાવેશ થાય છે. 

પરમાણુ ઊર્જા મથકો માટે કડક પ્રોટોકોલ 
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીઓની બેઠક બાદ શાહે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ આ ક્ષેત્રમાં ઘણું બધું હાંસલ કર્યું છે. કોઈ તેનો ઈન્કાર ન કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, જે રાજ્યોમાં પરમાણુ ઊર્જા મથકો સ્થાપવામાં આવી રહ્યા છે, તેમને કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં અનુસરવા માટે કડક પ્રોટોકોલ આપવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy news cyclone 'Biparjoy' cyclone 'Biparjoy'
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ