કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ આ નેતા સાથે અમિત શાહે યોજી બંધ બારણે બેઠક

By : kavan 10:42 AM, 13 February 2019 | Updated : 10:42 AM, 13 February 2019
અમદાવાદ: અમિત શાહ સાથે આશાબેન પટેલની બેઠક યોજાઇ હતી. આશાબેન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સર્કિટ હાઉસમાં અમિત શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. ઉંઝાના દિનેશ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના પક્ષનું પલડું ભારે કરવા માટે એડીચોર લગાવી દીધું છે ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયેલા ઉંઝા બેઠકના ઉમેદવાર આશાબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે અમદાવાદ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં આશાબેન પટેલ સહિત ઉંઝાના દિનેશ પટેલ સાથે રહ્યા હતા. 

જીતુ વાઘાણીની હાજરીમાં કર્યા કેસરિયા
ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ આખરે હવે ભાજપમાં જોડાયા હતા. આશા પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણ પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે કોંગ્રેસમાં તેમની રજૂઆતોને કોઈ ધ્યાને ન લેતું હોવાના આક્ષેપ સાથે આશા પટેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.
  ત્યારથી આશા બેન પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો તાજેતરમાં અંત આવી ગયો છે અને આશા બેન પટેલે પોતે જ જાહેરાત કરી છે કે સમર્થકોએ તેમને ભાજપમાં જોડાવવા જણાવ્યું છે અને હવે તે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

કોણ છે આશાબેન પટેલ..?
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા. અને તેઓની જીત થઈ હતી. જોકે, હવે પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતા છે. 

જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં 1997થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો, જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આશાબેન પટેલ એ ઊંઝામાં કદાવર નેતા ગણાય છે. આ વર્ષે લોકસભાની સીટની પણ માગ કરી હતી. જેઓ લોકસભા લડે તેવી પણ સંભાવના હતી. 

પાસના સમર્થક એવા ડો. આશાબેન પટેલ ઊંઝામાં ભાજપના કદાવર નેતાને હરાવીને જીત્યા હતા. ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે પણ પાસ આંદોલન સમયે ડો. આશાબેનની જીત થઈ હતી. અહીં પાટીદારોનું વર્ચસ્વ છે. આશાબેન કદાચ હવે સાંસદ તરીકેની ચૂંટણી લડે તેવી સંભાવના છે. Recent Story

Popular Story