બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોંગ્રેસની સ્થાનિક ચૂંટણીમાં કારમી હાર, નેતા અમિત ચાવડાએ કર્યું જૂનું રટણ, જુઓ શું કહ્યું?
Last Updated: 03:19 PM, 18 February 2025
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બજેટ સત્ર મળવા જઇ રહ્યું છે ત્યારે આ દરમિયાન વિપક્ષને બોલવાનો ચાન્સ આપે તેવી માંગ કરવામાં આવી છે. જેમાં સરકાર પાસે વિવિધ માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતની સમસ્યાઓ
જેમાં આખા ગુજરાતમા ભરતી પ્રક્રિયામાં લોચા, પેપર ફૂટવાની ઘટના, આન્સર કી માં ગોટાળો, વારંવાર રદ કરવામાં આવતી પરીક્ષાઓની સમસ્યાઓ, મોંધવારીના મારના કારણે પરેશાન થતી ગૃહિણીઓનું સાંભળવામાં આવે. આ ઉપરાંત દુકાળમાં ખેડૂતોને જે આર્થિત તંગી સર્જાઇ છે તેનો નિકાલ લાવવામાં આવે. તથા તમામ પ્રશ્વોને મહત્વના ગણીને તેના પર ચર્ચા કરવામાં આવે જેમાં વિપક્ષને સાંભળવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2,74,000 હજારના મુદ્દામાલ સાથે સાણંદમાંથી ઝડપાયું બોગસ કૉલ સેન્ટર, વિદેશના લોકોને માયાજાળમાં ફસાવતા
ચૂંટણીને લઇ શું કહ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. જનતાનો જે પણ જનાદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને અમારે જ્યાં સુધારો કરવા જેવો છે ત્યાં સુધારો કરીશું. અને કમીઓ સુધારીને આગળ વધીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.