પ્રતિક્રિયા / રાહુલ ગાંધીની અટકાયત મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

UPમાં રાહુલ ગાંધીની અટકાયત બાદ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો આક્રમક બન્યા છે. રાહુલ ગાંધીની અટકાયત મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ યોગી સરકારને આડેહાથ લીધી છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, UPમાં દલિત દિકરી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દિકરીના મૃત્યુ પર પરિવારને કોઇ મદદ પણ કરવામાં ન આવી અને એ દિકરીના પરિવારને અંતિમ સંસ્કાર પણ દેવામાં ન આવ્યા. આવામાં રાહુલ ગાંધી પરિવારને મળવા ગયા તો તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી. રાહુલ ગાંધી પરિવારને મળવા જતા રોકવામાં આવ્યા. આ કોઇ રાજકીય કાર્યક્રમ કે પ્રવાસ નહતો.પીડિત પરિવારને સાંત્વના આપવા જઇ રહ્યા હતા.તેમ છતા સરકાર આ બાબતને કેમ દબાવવા માટેના પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે. કોંગ્રેસ અગાઉ અંગ્રેજો સામે લડી હવે સરકાર સામે લડવાનું છે.. કારણ કે, સરકારને પોતાની ચિંતા છે દિકરીઓની નથી..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ