બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિધાનસભા સત્ર બોલાવવા કરી માગ
Last Updated: 06:53 PM, 6 August 2024
રાજ્યમાં 6 મહિનાથી વધુ સમયથી સત્ર ન બોલાવાતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સત્ર બોલાવવા રજૂઆત કરી છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં વહેલી તકે વિધાનસભા સત્ર બોલાવવા માગ કરી છે. પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ મુકી શકે તે માટે અમિત ચાવડાએ સત્રની જાહેરાત કરવા માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસના નેતા અમિત ચાવડાની રજૂઆત
અમિત ચાવડાએ જણાવ્યું કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું છ માસમાં મળવું જોઈએ તેવી જોગવાઈ ભારતના બંધારણમાં થયેલી છે. તે બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર આગામી ઓગસ્ટ માસના અંત પહેલા આહવાન કરવું પડશે. સત્રનું સમયરસ આહવાન કરવામાં આવે તો પ્રજાના `ચુંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો પુછવાનો સમય મળે અને તારાંકિત પ્રશ્નો દ્વારા સરકારનું ધ્યાન આકર્ષિત કરીને મત વિસ્તાર અનેક પ્રશ્નો નાગરીકોના હિતમાં પુછતાં હોય છે. આવા પ્રશ્નો પુછવાનો આશય નાગરીકોના પ્રશ્નો/સમસ્યાઓ હલ કરવાનો કે સરકારની નીતિઓની ચર્ચા થાય તેમજ કોઈક જગ્યાએ ગેરરીતિ કે અનિયમિતતા હોય તેવા સંજોગોમાં પ્રશ્ન પુછવાથી તેમાં સતર્કતા આવતી હોય છે અને ગેરરીતિ અટકતી હોય છે.
આ પણ વાંચો: સ્વાદના શોખીનો ચેતજો! ચટણીમાંથી નીકળી ગરોળી તો સમોસામાંથી જીવાત, જુઓ વીડિયો
અમતિ ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
વધુમાં જણાવ્યું કે, વિધાનભાનું સત્ર સમાપ્ત થયું તેના છ મહિનાથી વધુ ન થાય તે રીતે સત્ર બોલાવવાનું હોવા છતાં આજદિન સુધી સત્રનું આહવાન કરવામાં આવેલ નથી. તેના પરથી સરકારને દાનત વિધાનસભાનું સત્ર ટુંકી મુદતથી બોલવવાની હોઈ તેવું લાગી રહ્યું છે, વિધાનસભાનું સત્ર ટુંકી મુદતથી બોલાવવામાં આવશે તો ધારાસભ્યઓને મળેલા તારાંકિત પ્રશ્નો પુછવાના અધિકારો સરકાર છિનવી લેશે. કોઈ એવી ઘટના બને અથવા કોઈ એવા પ્રસંગોપાત વિધાનસભાનું સત્ર ટુંકી મુદત (ઓચિંતા/તાત્કાલિક ઘટના કે પ્રસંગને લક્ષ્યમાં રાખી)ને બોલાવવામાં આવે તો સમજી શકાય પરંતુ હાલમાં તો વિધાનસભાનું સત્ર બંધારણ મુજબ નિયત સમય મર્યાદમાં બોલાવવાનું થાય છે તે પહેલાંથી નક્કી છે તેવા સંજોગોમાં પણ સત્રનું સમયસર આહવાન ન કરીને સરકાર વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોના જવાબદેહીતાથી ભાગી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.