બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ગુજરાત સરકારમાં દલા તરવાડી જેવો વહીવટ..' અમિત ચાવડાના વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર

ગુજરાત / 'ગુજરાત સરકારમાં દલા તરવાડી જેવો વહીવટ..' અમિત ચાવડાના વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર

Last Updated: 08:11 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ રોજ વિવિધ ઘટનાઓને લઇ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારણાનું કૌભાંડ, કચ્છમાં શંકાસ્પદ મોત અને રોડ રસ્તાની ગ્રાન્ટ આપવા બાબતે અમિતભાઇએ સરકારને આડે હાથે લીધી હતી.

ગાંધીનગર ખાતે ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપની ડબલ એંજીન સરકાર છે. જેમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. દરેક વિભાગમાં કૌભાંડ થી ખજબદે છે અને કૌભાંડીઓ ભાજપના નેતાઓના કારણે ખુલ્લેઆમ ફરે છે. તેઓને કોઇનો જર નથી રહ્યા.

2021 માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારણાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરી હતી. તપાસમાં લોકોને બચાવવાનો પ્રયત્ન કરાયો હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ. તથા નવેમ્બર ૨૦૨૨માં કૌભાંડમાં સંડોવાયેલા લોકોની સંડોવણી સાબિત થઈ છે. તે રીપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાયો હતો. પરંતુ બે વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાને લઇને કૌભાંડની પાછળ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી કે સરકારના છુપા આશિર્વાદ છે અને કૌભાંડીઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ગુનો સાબિત થવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી, છડેચોક ગેરરીતી થઈ રહી છે તેમ અમિત ચાવડએ જણાવ્યુ હતું.

કચ્છમાં શંકાસ્પદ મોત મામલે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત આજ રોજ વધુ એક મહિલા આ ઘટનામાં મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાને લઇને અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં સરકાર સર્જિત પૂર આવી રહ્યા છે, બીજી તરફ કચ્છમાં બિમારીથી મૃત્યુદર વધ્યો છે સ્થાનિક સ્તરે મૃત્યુ બાબતે આરોગ્ય વિભાગને જાણ કરી. પરંતુ સરકારે આગોતરૂ આયોજન ન કર્યું. હાલ સરકારના તમામ સભ્યો સરકાર સદસ્ય નોંધણી અભિયાનમાં વ્યસ્ત હોવાના કારણે લોકો મરે એની ચિંતા નથી. આ ઘટનામાં બિમારીથી મૃત્યુ થતા અટકાવવા સ્પેશિયલ ટીમ કચ્છ મોકલવી જોઈએ તથા બહારથી નિષ્ણાંતોની ટીમ લાવી તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ આ તારીખે સૂર્યનું થશે કન્યામાં ગોચર, એકસાથે 8 રાશિના જાતકોને ઘી-કેળાં થઇ જશે

રોડ રસ્તાની ગ્રાન્ટને લઇને આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન આપ્યુ હતું. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે સરકારમાં દલાતલવાડી જેવો વહીવટ ચાલે છે. પહેલા રોડ બનાવવા માનીતાઓને કોન્ટ્રાક્ટ અપાવામાં આવે છે. બાદમાં રોડમાં ખાડા પડે તો રિપેરિંગ માટે ખર્ચ કરવામાં આવે છે, નવા રોડ માટે 2-2 કરોડ આપવામાં આવતા હોય છે. રોડ-રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાય તો જવાબદાર સામે પગલા લેવા જોઇએ. અને બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને ફરી કોન્ટ્રાક્ટ મળે છે, ત્યારે સરકાર ગ્રાન્ટ આપવા કરતા રસ્તા શા માટે તૂટે છે અને જવાબદાર કોણ તે નક્કી કરે. તથા અધિકારી કે જવાબદારના નામ નક્કી કરી રકમ વસૂલાત કરવી જોઇએ. અને તેમની મિલકત જપ્ત કરી હરાજી કરવી જોઇએ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Government Amit Chavda Statement Amit Chavda news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ