બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Amidst the ongoing T20 World Cup, the star player was arrested by the police, proceedings were taken on the charge of rape
Priyakant
Last Updated: 09:41 AM, 6 November 2022
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માંથી રમતને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, શ્રીલંકાના ક્રિકેટર દનુષ્કા ગુનાથિલક પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. જેના કારણે સિડની પોલીસે આ ક્રિકેટરની ધરપકડ પણ કરી છે. શ્રીલંકા ક્રિકેટ (SLC)ના સૂત્રોએ આ માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે એક મહિલાએ દનુષ્કા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેની ફરિયાદના આધારે 31 વર્ષીય દનુષ્કાની સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે.
શ્રીલંકાની ટીમે T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12માં જગ્યા બનાવી લીધી હતી. તેણે ગ્રૂપ-1માં તેની છેલ્લી મેચ શનિવારે (5 નવેમ્બર) ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચ દરમિયાન દનુષ્કા ટીમ સાથે જ હતા. આ મેચમાં શ્રીલંકાનો પરાજય થયો હતો. આ મેચ બાદ દનુષ્કાની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
શ્રીલંકાની ટીમ આ વખતે ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. જેના કારણે ટીમ હવે પોતાના દેશ પરત ફરી છે. પરંતુ દનુષ્કા તેની સાથે નથી, કારણ કે તેની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર, દનુષ્કા શ્રીલંકાની ટીમ સાથે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે અધવચ્ચે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેના સ્થાને એશેન બંદરાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાની ટીમે તેના ગ્રુપ-12માં પાંચ મેચ રમી હતી જેમાં માત્ર બેમાં જ જીત થઈ હતી. આ રીતે ટીમ 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેનો 4 વિકેટે પરાજય થયો હતો. આ તરફ બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલ દનુષ્કા આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ રમી હતી. આ મેચ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં નામીબિયા સામે થઈ હતી.
મહત્વનું છે કે, સ્પિન ઓલરાઉન્ડર દનુષ્કા આ મેચમાં શાનદાર બેટિંગ બતાવી શક્યો નહોતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ મેચમાં શ્રીલંકાની હાલત ઘણી ખરાબ હતી. આ મેચમાં નામિબિયાએ શ્રીલંકાને 55 રનથી હરાવ્યું હતું.
વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.