બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / amid russia ukraine war moscow officer says six more countries to be de nazified

સત્તાનો નશો / યુક્રેન માત્ર શરૂઆત છે ! પુતિનનો માસ્ટર પ્લાન જાણીને હચમચી ગઈ દુનિયા, મૉસ્કોના નિવેદનમાં મળ્યા સંકેત

Pravin

Last Updated: 06:16 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર જંગ કર્યા બાદ રશિયા હવે બીજા ટાર્ગેટ પર આગળ વધી રહ્યું છે. મોસ્કો સિટી ડુમા ડેપ્યુટીએ વધું છ દેશોને ડીનાઝિફાઈ કરવાની જરૂર ગણાવી છે.

  • યુક્રેન પર હુમલાને એક મહિનાથી વધારે સમય થયો
  • રશિયાનું આક્રમણ હજૂ પણ ચાલું
  •  હવે આ દેશો પર રશિયાની નજર

ગત મહિને યુક્રેન પર હુમલાની શરૂઆત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વાત કહી હતી. તેમના જણાવ્યા અનુસાર તે યુક્રેન ડીમિલિટરાઈઝ અને ડીનાઝિફાઈન કરવા માગે છે. યુક્રેનમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન વિશે દુનિયાને આ વાત કહી હતી. યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયાને મહિનાથી વધારે સમય થઈ ચુક્યો છે. રશિયાને જેટલી ઝડપથી યુક્રેનને ઘૂંટણીયે પાડવાની આશા રાખી હતી, તેવું થયું નહીં. જો કે, હજૂ પણ સંઘર્ષ દ્વિપક્ષીય બનેલો છે અને પશ્ચિમી દેશોને દખલ નહીં કરવા દીધી નથી. ત્યારે હવે મોસ્કોના એક અધિકારીએ પોતાના નિવેદનથી સનસની ફેલાવી દીધી છે. મોસ્કો સિટી ડુમા ડેપ્યુટીએ વધું છ દેશોને ડીનાઝિફાઈ કરવાની જરૂર ગણાવી છે. આ છ દેશ છે માલદોવા, કજાકિસ્તાન, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા. રશિયાનું આ વલણ ઘણા બધાં અંશે 20 મી સદીના સામ્રાજ્યવાદી તાકતો જેવું છે. 

આ દેશોમાં પણ હવે ફફડાટ બેઠો

1990માં રશિયાની ચંગુલમાંથી આઝાદ થયા બાદ સોવિયત યુનિયનનો ભાગ રહેલા કેટલાય દેશ પશ્ચિમી દેશોની નજીક આવી રહ્યા છે. તેમાં યુક્રેન હાલમાં જ સામેલ થયું છે. એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા યુરોપિયન યુનિયન અને નાટોના સભ્ય છે. પહેલાથી જ રશિયાની તાકાતના ચંગુલમાં ફસાયેલા મોલદોવા અને જોર્જિયાએ ઈયુનો ભાગ બનાવવા માટે ઝડપથી હવાતિયા મારવાના શરૂ કર્યા છે. તેમને ડર છે કે, રશિયા હવે તેમના પર હુમલો ન કરી દે.

પુતિન શું ઈચ્છે છે ? 

2014માં વ્લાદિમીર પુતિને પોતાના સાથીઓને કહ્યું હતું કે, આપણે ક્રિમીયાને રશિયામાં પાછુ લાવવા માટે કામ કરવું જોઈએ. થોડા દિવસની અંદર જ સ્થાનિક યૌદ્ધાઓએ સાથે મળીને કબ્જો કરી લીધો. પુતિનનું પ્રથમ મિશન સફળ થઈ ચુક્યુ હતું. હવે વારો હતો, યુક્રેનનો. માહલો બનાવતા બનાવતા 24 ફેબ્રુઆરી 2022ના રોજ આખરે પુતિને યુક્રેનમાં સેના મોકલવાનો આદેશ આપી દીધો. પુતિન અહીં અટક્યા નહીં. તેમની નજર હવે નાના નાના પાડોશીઓ પર છે, જે ક્યારેય સોવિયત યુનિયનો ભાગ રહ્યા હતા.

યુક્રેનના ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયાએ 9 મે સુધી યુદ્ધ ખતમ કરી દેવું જોઈએ. યુક્રેની અધિકારીઓનું કહેવુ છે કે, 9 મે એ દિવસ છે, જ્યારે રશિયા દ્વિતિય વિશ્વયુદ્ધમાં નાઝિયો પર જીત મેળવીને વિજય દિવસ મનાવે છે. આ દિવસે રશિયામાં તહેવાર જેવો માહોલ હોય છે. 

સ્પષ્ટ રીતે કહો કે, રશિયાથી ડર લાગે છે 

નાટોના વલણથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનો ગુસ્સો ફરી એક વાર સામે આવ્યો છે. જંગમાં અત્યાર સુધી સાથ ન મળવાના કારણે જેલેંસ્કીએ સ્પષ્ટ શબ્દોમાં સવાલો કર્યો હતા કે, તે સ્પષ્ટ પણે જણાવે કે, યુક્રેનને પોતાના ગઠબંધનમાં જગ્યા આપવાની છે કે નહીં ? તેમણે કહ્યું કે, તે ખુલીને કહી દે કે તેને રશિયાથી ડર લાગે છે. નાટોએ હવે સ્પષ્ટ કરવું જોઈએ કે, તે અમને સ્વિકારવા માગે છે કે, નહીં, અથવા તો ખુલ્લેઆમ કહે કે, તે અમને સ્વિકારવા નથી માગતા, સાચી વાત તો એ છે કે, તે રશિયાથી ડરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Russia nato ukraine volodymyr zelensky war યુક્રેન રશિયા russia ukraine war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ