બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / Amid ongoing tensions, China made a big statement, saying "India is ready to believe that ..."
Nirav
Last Updated: 07:33 PM, 30 September 2020
ADVERTISEMENT
ચીન એ દાવો કર્યો છે કે મોસ્કોમાં બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે સ્થાપિત થયેલ પાંચ મુદ્દાના કરારને લાગુ કરવા માટે ભારત એ સંમતિ આપી છે. ચીનના વિદેશ મંત્રાલય એ ભારત-ચીન સરહદના મુદ્દાઓ પર સલાહ અને સંકલન માટેના કાર્યકારી મિકેનિઝમ અંગે નિવેદન બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
બંને દેશો પાંચ મુદ્દાના કરાર ને લાગૂ કરવા સંમત થયા હતા
ચીની વિદેશ મંત્રાલય ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે WMCC ની 19 મી બેઠક 30 સપ્ટેમ્બર 2020 ના રોજ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. બંને પક્ષોએ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાડ વિષે ચર્ચાઓ કરી હતી. બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે મોસ્કોમાં થયેલા કરાર ને લાગુ કરવા બંને દેશો સંમત થયા. આ સાથે, સરહદના મુદ્દાઓ પર સર્વસંમતિને અનુસરવા અને વધુ સારી સ્થિતિ બનાવવા માટે સહમતી સધાણી હતી.
ટૂંક સમયમાં સાતમા રાઉન્ડની કમાન્ડર લેવલની વાતચીત કરવામાં આવશે
પરિસ્થિતિને શાંત પાડવા અને વધુ જટિલ ન બનાવવા જેવી કિયાઓ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારત અને ચીન એ કમાન્ડર-સ્તરની વાતચીતના છઠ્ઠા રાઉન્ડના પરિણામનું મૂલ્યાંકન કર્યું અને લશ્કરી-રાજદ્વારી વાતચીત જાળવવા સંમત થયા. સાતમા રાઉન્ડમાં વહેલી તકે વાટાઘાટો કરવાનો અને જમીનની સ્થિતિને વધુ સારી રીતે પતાવવાની સંમતિ આપવાનું પણ નક્કી કરાયું હતું.
ભારત એ ચીન ના દાવાને નકારી દીધો
ભારત એ અગાઉ ચીન ના દાવાને નકારી દીધો હતો કે બેઇજિંગ લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ ( LAC ) ના નિર્ધારણ પર એકપક્ષીય વલણ ધરાવે છે પરંતુ ભારત તેના 1959 ના ચીની વલણને સ્વીકારતું નથી અને જૂના સ્ટેન્ડ પર જ કાયમ રહે છે.
ભારતીય વિદેશ મંત્રાલય ના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત એ 1959 માં 'એકપક્ષીય' વ્યાખ્યાયિત કરાયેલી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલને ક્યારેય સ્વીકારી નથી, અને ચીન ને તેની સુપેરે જાણ છે. ભારતીય વિદેશ મંત્રાલય એ આશા વ્યક્ત કરી હતી કે ચીન કહેવાતી સરહદનું 'ગેરકાયદે એકપક્ષીય અર્થઘટન' કરવામાંથી બચશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.