સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે રશિયાની ત્રણ દિવસીય મુલાકાતે મોસ્કો જવા રવાના થશે. આ સમય દરમિયાન તે શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા પરિદૃશ્ય પર ચર્ચા થવાની સંભાવના છે.
રક્ષામંત્રી રાજનાથસિંહ મોસ્કો જવા રવાના થશે
ત્રણ દિવસીય મોસ્કો મુલાકાતે રવાના થશે રાજનાથસિંહ
ચીનના સંરક્ષણ મંત્રી પણ આવશે SCOની સમિટમાં
રાજનાથસિંહે માહિતી આપતી વખતે કહ્યું કે SCOના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા સિવાય સિંઘ પોતાના રશિયન સમકક્ષ સર્ગેઇ શોઇગુ અને ઘણા અન્ય ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. આ મુલાકાતનો હેતુ ઘણા સંરક્ષણ પ્રાપ્તિ કાર્યક્રમોના અમલીકરણને વેગ આપવાનો છે.
Defence Minister Rajnath Singh will leave for Moscow tomorrow on a three-day visit to Russia. He will attend the Shanghai Cooperation Organization (SCO) Defence Ministers’ meeting during his visit: Office of the Defence Minister pic.twitter.com/yoUOIiqLff
SCOના સંરક્ષણ પ્રધાનો એવા સમયે બેઠક કરી રહ્યા છે જ્યારે પૂર્વ લદ્દાખમાં તેના બે સભ્ય દેશો - ભારત અને ચીન વચ્ચે હાલમાં સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઇ ફેંગે SCO ની બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે.
ચીની રક્ષામંત્રી સાથે મુલાકાતની કોઈ યોજના નથી: સૂત્રો
SCO ની બેઠક સિવાય સિંઘ અને ચીની સમકક્ષ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની સંભાવના વિશે પૂછતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આવી કોઈ યોજના નથી. જૂનના બાદ રક્ષામંત્રીની આ બીજી મોસ્કો મુલાકાત હશે. તેણે આ વર્ષે 24 જૂને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રશિયાએ વિદેશ પ્રધાન એસ જયશંકરને 10 સપ્ટેમ્બરના રોજ SCO ના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું છે. સુત્રોએ જણાવ્યું છે કે સિંહ 5 સપ્ટેમ્બરની સાંજે ભારત જવા રવાના થશે.