બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મંકીપોક્સના કહેર વચ્ચે દેશના આ એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર, પોઝિટિવ યાત્રિકોએ રહેવું પડશે 21 દિવસ ક્વોરન્ટાઇન
Last Updated: 08:13 PM, 16 September 2024
ભારતમાં પ્રથમ એમપૉક્સ કેસની પુષ્ટિ થયા પછી, બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટે આ વાયરસના વધતા જતા જોખમને રોકવા માટે પ્રોટોકોલ્સ વધારી દીધા છે. દરરોજ લગભગ 2,000 મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ અધિકારીઓ કર્ણાટકમાં આ વાયરસ ફેલાતો અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો 21 દિવસના ક્વોરન્ટીન અને આઇસોલેશનમાંથી પસાર થવું પડશે. આ નિયમો કોવિડ-19ના નિયમો જેવા જ છે.
ADVERTISEMENT
એરપોર્ટ અધિકારીએ શું કહ્યું?
બેંગલુરુ એરપોર્ટના એક અધિકારીએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દેશને ફરી એકવાર કોઈ મહામારીના ચપેટમાં આવવા નથી દેવા માંગતા, એટલે જ સમયસર એરપોર્ટ અધિકારીઓ તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે.
ADVERTISEMENT
21 દિવસનું ક્વોરન્ટીન અનિવાર્ય હશે હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર, કોવિડ-19ના સંક્રમણને રોકવા અને સામાન્ય જનતાની સુરક્ષા માટે તે સમયે પણ 21 દિવસનો ક્વોરન્ટીન નિયમ બનાવવામાં આવ્યો હતો. આ વાયરસને લઈને બેદરકારી ફરી કોરોના જેવા સ્વરૂપે ન આવે, તે માટે પહેલાથી જ 21 દિવસનું ક્વોરન્ટીન પોઝિટિવ આવતાં જ અનિવાર્ય કરી દેવાયું છે. આ સમયમાં અસરગ્રસ્ત દર્દીનું યોગ્ય રીતે પરીક્ષણ અને તપાસ થઈ શકે છે. આ સમય દરમિયાન આરોગ્ય અધિકારીઓ કેસનો અભ્યાસ કરી શકશે અને પૂરતી દેખરેખ રાખી શકશે. બેંગલુરુ એરપોર્ટએ આ જ ધોરણે એમપૉક્સ સ્ક્રીનિંગનો નિર્ણય લીધો છે, જેના દ્વારા એમપૉક્સ ફેલાવાની સંભાવના ઓછી થશે.
બેંગાલુરુ એરપોર્ટ પર શું તૈયારી છે?
બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ, હવાઈમથક પર સ્ક્રીનિંગ પ્રક્રિયા અંતર્ગત તમામ વિદેશી મુસાફરોનું હાઈ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ જણાશે, તો તે યાત્રીને એરપોર્ટ પર જ તૈયાર કરાયેલા આઇસોલેશન ઝોનમાં રાખવામાં આવશે. ત્યાંથી આગળની તબીબી તપાસ શરૂ કરવામાં આવશે. એરપોર્ટના પ્રવક્તાએ મુસાફરોને પણ તપાસમાં સહયોગ કરવા વિનંતી કરી છે.
ભારતમાં કયા વેરિઅન્ટનું વધારે જોખમ છે?
ભારતમાં અત્યાર સુધી 26 વર્ષના એક યુવાનના કેસની પુષ્ટિ થઈ છે, જે હરિયાણાનો રહેવાસી છે. આ દર્દીમાં એમપૉક્સના વેરિઅન્ટ ક્લેડ-2ના લક્ષણો જોવા મળ્યા છે. એમપોક્સના ઘણા વેરિએન્ટ છે, પરંતુ ભારતની વાત કરીએ તો ભારતમાં એક્ટિવ કેસને લઇને આ વેરિએન્ટને લઇ સતર્કતા વર્તવામાં આવી રહી છે.
એમપૉક્સ શું છે?
એમપૉક્સ એક નવો વાયરસ છે જેને પહેલા મંકિપૉક્સ નામે ઓળખવામાં આવતો હતો. આ વાયરસનો પ્રથમ કેસ આફ્રિકામાં નોંધાયો હતો. હાલ, દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે.
એમપૉક્સના પ્રારંભિક લક્ષણો આ પ્રમાણે હોય છે:
-તાવ
-શરીર પર દાણાં નીકળવાં
-લિમ્ફ નોડ્સમાં સોજો
-માથાનો દુખાવો
-પીઠ અને કસરતના દુખાવા
-થાકની લાગણી
આ પણ વાંચોઃ ડર કે ગેરસમજણ દેખાડીને મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવા પણ દુષ્કર્મ- HCનો ચુકાદો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સતીકાંડનું ખૌફનાક સત્ય / પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.