બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'એલર્ટ રહો અને પ્રોટોકોલ ફૉલો કરો', ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા એડ્વાઇઝરી કરાઈ જાહેર

સલાહ / 'એલર્ટ રહો અને પ્રોટોકોલ ફૉલો કરો', ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા એડ્વાઇઝરી કરાઈ જાહેર

Last Updated: 09:47 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં તમામ નાગરિકોને સતર્ક રહેવાની અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

ઇઝરાયલના હુમલામાં એક પછી એક હમાસના બે નેતાઓ અને હિઝબુલ્લાના એક કમાન્ડર માર્યા ગયા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

ઇઝરાયલમાં આવેલા ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી જારી કરી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા આગ્રહ કર્યો છે. હાલમાં, દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, એમ્બેસીએ ઇઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

હેલ્પલાઈન નંબર આપ્યો

ભારતીય દૂતાવાસે પોતાની એડવાઈઝરીમાં કહ્યું, અમારા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઇઝરાયલી અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છીએ. માહિતી આપતાં, એમ્બેસીએ કહ્યું છે કે કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં, કૃપા કરીને એમ્બેસીની 24 x 7 હેલ્પલાઈન પર સંપર્ક કરો. એમ્બેસીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલ એડવાઈઝરીમાં હેલ્પલાઈન માટે ટેલિફોન નંબરો +972-547520711 અને +972-543278392 આપવામાં આવ્યા છે. ઉપરાંત, એમ્બેસીએ તમામ ભારતીયો માટે રજિસ્ટ્રેશન ફોર્મ શેર કર્યું છે, જેથી તેઓ રજિસ્ટ્રેશન કરી શકે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સૂચવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી શકે.

PROMOTIONAL 8

8 ઓગસ્ટ સુધી ફ્લાઈટ્સ કેન્સલ

દરમિયાન, એર ઇન્ડિયાએ ગુરુવારે તેની દિલ્હી-તેલ અવીવ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી કેન્સલ કરી દીધી છે. ઇઝરાયલના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેની એરસ્પેસ સંપૂર્ણપણે સુરક્ષિત છે, લગભગ 10 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, એર ઈન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઇટ કરી કેન્સલ

લેબનોનની યાત્રા ન કરવાની સલાહ

ઇઝરાયલમાં ભારતીય મિશન દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી પહેલા, બેરૂતમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે એક એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી લેબનોનની યાત્રા ન કરવાની સલાહ આપી હતી, આ સિવાય તેમને લેબનોન છોડવાની પણ સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Hamas Crisis Indian Citizen Advisory Indian in Israel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ