બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સારા વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત, હજુ સુધી માત્ર આટલાં જ મિલીમીટર વરસાદ નોંધાયો

ચિંતાજનક / સારા વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત, હજુ સુધી માત્ર આટલાં જ મિલીમીટર વરસાદ નોંધાયો

Last Updated: 12:56 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે રાજ્યમાં ચોમાસું ચાલુ થતાની સાથે જ નબળું પડી ગયું, ત્યારે એવામાં રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, ખાસ કરીને કચ્છના ખેડૂતો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.

કચ્છ: વર્ષ 2024માં ચોમાસાની શરૂઆત સૌથી નબળી થઈ છે. ગુજરાતમાં ચોમાસું પ્રવેશતાની સાથે જ નબળું પડી ગયું હતું. ત્યારે કચ્છ જિલ્લામાં આ વખતે જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ છાંટો પણ વરસાદ નથી થયો. હજુ સુધી કચ્છમાં સીઝનનો માત્ર 5 મીમી વરસાદ જ નોંધાયો છે. જ્યારે કચ્છના અબડાસા, અંજાર, ભુજ, ગાંધીધામ, લખપત, મુંદ્રા અને રાપર તાલુકામાં વરસાદનો એક પણ છાંટો નથી પડ્યો. વર્ષ 2018માં કચ્છમાં માત્ર 111 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે ચાતકની જેમ ચોમાસાની રાહ જોતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલા ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.

સારા ચોમાસાની આગાહી વચ્ચે કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત

એમ તો આ વર્ષે હવામાન નિષ્ણાતો સારા વરસાદની આગાહી કરી રહ્યા છે, પરંતુ કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ નહિવત થયો છે. જૂન મહિનામાં હજી સુધી કચ્છમાં ફક્ત 5 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જયારે કચ્છના અંજાર, ભુજ, ગાંધીધામ, લખપત અને મુંદ્રા તાલુકામાં કોરુંધાકોર છે, વરસાદનો અક છાંટો પણ નથી થયો. એવામાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં પણ વરસાદના અભાવે ખેડૂતો ચિંતામાં છે. ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટકી જતા, હવે વાવણીને લઈને કચ્છના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

વધુ વાંચો: બસ હવે 72 કલાક જ બાકી! ગુજરાતમાં વિધિવત રીતે થઈ જશે ચોમાસાની એન્ટ્રી, આવી અંબાલાલની ગાજવીજ આગાહી

કચ્છમાં છેલ્લા 5 વર્ષના વરસાદના આંકડા

  • વર્ષ 2018 - 111 મીમી
  • વર્ષ 2019 - 746 મીમી
  • વર્ષ 2020 - 1162 મીમી
  • વર્ષ 2021 - 511 મીમી
  • વર્ષ 2022 - 849 મીમી
  • વર્ષ 2023 - 764 મીમી

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Rain Monsoon Update Gujarat Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ