બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : ઓલિમ્પિકમાંથી બહાર થયાં બાદ વિનેશ ફોગાટની પહેલી તસવીર, ચહેરા પર દર્દભર્યું હાસ્ય
Last Updated: 07:59 PM, 7 August 2024
પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી બહાર થયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટનો પહેલો ફોટો સામે આવ્યો છે. તસવીરમાં વિનેશ ફોગાટ હોસ્પિટલના બેડ પર બેઠેલા અને હસી રહેલા દેખાય છે તેમની બાજુમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષા ઊભેલા જોઈ શકાય છે.
ADVERTISEMENT
વજન વધારાને કારણે વિનેશ અયોગ્ય જાહેર
ADVERTISEMENT
ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ પર વજન વધારાને કારણે કુસ્તીની ફાઈનલ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. વિનેશ ફોગાટને બદલે હવે ક્યુબાની પહેલવાન લોપેઝને ફાઈનલમાં રમવાની તક મળી છે. વિનેશ ફોગાટ ગઈ કાલે જ લોપેઝને સેમી ફાઈનલમાં હરાવી હતી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે.
IOA President PT Usha: Vinesh Phogat's disqualification is a setback, but she's a fighter & will bounce back stronger. We're proud of her spirit!"
— P Muralidhar Rao (@PMuralidharRao) August 7, 2024
Vinesh's nutritionist Dinshaw Pardiwala: Vinesh's dedication & resilience will drive her to greater heights. We'll regroup, refocus… pic.twitter.com/6FxPNYDUiu
વજન વધારા વિલન બન્યો
વજન વધારાને કરાણે સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવી છે. આ વાતનો વિનેશ સહિત આખા દેશને ભારે આઘાત લાગ્યો હતો અને વિનેશ પર તેનું અવળું પરિણામ આવ્યું હતું. ડિસ્ક્વોલિફાઈના સમાચાર મળતાં જ વિનેશ ફોગાટ બેહોશ થઈને ઢળી પડી હતી આથી મેદાનમાં હાહાકાર મચ્યો હતો. ડીહાઈડ્રેશનને કારણે તે અગાઉ પણ બેહોશ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT