ચીનની સાથે સીમા પર ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારતે એક મોટું પગલું ભર્યું છે. સેનાએ સિયાચીન બેસ કેમ્પ અને લદ્દાખમાં કુમાર પોસ્ટને નાગરિકો માટે ખોલી દીધી છે. જેનાથી ચીનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે. અહીં પ્રવાસીઓને જવા માટે આર્મીની કેટલીક ફોર્માલીટીમાંથી પસાર થવું પડશે.
સેનાએ નાગરિકો માટે ખોલ્યો સિયાચીનનો માર્ગ
ગલવાન ઘાટીના પશ્ચિમમાં આવેલો છે સિયાચીન ગ્લેશિયર
ઓક્ટોબરમાં નાગરિકો માટે ખોલવાનો લેવાયો હતો નિર્ણય
વિશ્વના સૌથી ઊંચા આ નોન પોલર ગ્લેશિયરને ખોલવાનો નિર્ણય એક્ટોબર મહિનામાં જ લેવાયો હતો. પરંતુ તેને લાગુ કરવાનો નિર્ણય ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ચીનની આક્રમકતાની ભારત પર કોઈ અસર પડવાની નથી.
વિશ્વના સૌથી ઊંચા બેટલફિલ્ડ તરીકે પ્રખ્યાત સિયાચીન લદ્દાખની ગલવાન ઘાટીના પશ્ચિમમાં આવેલું છે. સિયાચીનથી ભારત-પાકિસ્તાન અને શાખ્સ ગામના ટ્રાઈ જંક્શન દેખાય છે.
શાખ્સગામ એ ઘાટી છે જે પાકિસ્તાને અક્સાઈ ચીન સાથે ચીનને આપી દીધી છે. અને ભારત તેને પોતાનું માને છે. સિયાચીન બેસ કેમ્પ લેહથી 225 કિમી દૂર છે. બેસ કેમ્પ આશરે 11 હજાર ફૂટની ઉંચાઈએ છે. અને કુમાર પોસ્ટ 15 હજાર ફૂટની ઉંચાઈએ છે. જે ટૂરિસ્ટ ત્યાં જવા માંગતા હોય તેની પાસેથી આર્મીની એડવેન્ચર સેલ જાણકારી લેશે અને ત્યાર બાદ મંજૂરી આપશે. આ નિર્ણયથી બોર્ડર પરના ગામડાઓનો વિકાસ થશે સાથે જ ગ્રામજનોને આર્થિક મદદ પણ મળી રહેશે.