બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 10:10 PM, 7 June 2020
ADVERTISEMENT
પોલીસ બર્બરતાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
ADVERTISEMENT
અમેરિકાની પરિસ્થિતિ તેની પ્રગતિ અને તેની પ્રતિષ્ઠા પર પણ સવાલ ઊભા કરે છે. પોલીસ બર્બરતાના વિરોધમાં અમેરિકાના વિવિધ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હિંસા અટકવાને બદલે વધતી જોવા મળી રહી છે, તો તેનું મોટું કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ પણ હોવાનું નિષ્ણાતો માને છે. અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે. ત્યારે આ હિંસામાં રાજકારણ પણ હોવાનું મનાય છે. ટ્રમ્પને બદનામ કરવા માટે પણ કેટલાંક શહેરોમાં આયોજિત રીતે હિંસા ભડકાવાઇ હોવાનું પણ મનાઇ રહ્યું છે.
ટ્રમ્પે લોકોની ભાવનાઓ શાંત કરવાને બદલે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા
ટ્રમ્પ આખાબોલા છે. તેમનાં બોલ્ડ નિવેદનો માટે પણ જાણીતા છે. કેટલાકના મતે જ્યારે કાળા સમુદાયના લોકોની ભાવનાઓને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, ત્યારે તેમણે તેમની આદત મુજબ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યાં હતાં. આનાથી પરિસ્થિતિ વધુ વણસી ગયું હતું અને અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન શરૂ થઇ ગયાં હતાં.અમેરિકાની અનેક જાણતી હસ્તીઓ અને કેટલાક પોલીસ અધિકારીઓએ પણ ટ્રમ્પના વલણની ટીકા કરી છે. હ્યુસ્ટનના પોલીસ વડાએ તો અકળાઇને ટ્રમ્પને મોઢું બંધ રાખવા કહી દીધું હતું. ખરેખર તો ટ્રમ્પે જ્યોર્જ ફ્લોઈડનાં મોત બદલ લોકોની માફી માંગીને લોકોના ઉશ્કેરાટને શાંત કરવા પ્રયાસ કરવો જોઇતો હતો. જો કે ટ્રમ્પ પોતાની રીતે વિચારે અને વર્તે છે.
ટ્રમ્પના શાસનકાળ દરમિયાન રંગભેદ વધ્યો
ટ્રમ્પે કાળા સમુદાયના લોકોની માફી માંગનારા પોલીસ કર્મચારીઓ પાસેથી કંઈક શીખવું જોઈએ. સાથે સાથે ટ્રમ્પે એ પણ સમજવું જોઈએ કે તેમના શાસનકાળ દરમિયાન રંગભેદ વધ્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશોને તમામ પ્રત્યે સમાનતા રાખવા લેકચર આપતા અમેરિકાએ તેની ધરતી પર વધી રહેલા ભેદભાવને મિટાવવા પહેલા તો પ્રયત્ન કરવો જોઇએ. ટ્રમ્પે આ બધા પર લગામ લગાવવી પડશે, નહીં તો અમેરિકામાં વંશીય ભેદભાવની સમસ્યાનું વધુ વિકરાળ બને તેવી સમસ્યા છે. અમેરિકામાં અશ્વેત લોકોની બહુ મોટી વસ્તી છે. ત્યાંના શ્વેત લોકોમાં હજુ પણ તેમના માટે છુપો અણગમો છે. જે સમયે સમયે વ્યક્ત થતો રહે છે. અમેરિકાના કાળા સમુદાયે અગાઉ પોલીસની બિનજરૂરી કડકાઇ અને જાતિવાદી ભેદભાવ સામે શેરીઓમાં ઊતરીને અવારનવાર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વખતે તે વધુ ઉગ્ર છે. આ ઉગ્રતા બતાવે છે કે અશ્વેત સમાજ તેમની સામે થતા અન્યાયથી ધીરજ ગુમાવી રહ્યો છે.
અન્યાય સામેની લડતના નામે અરાજકતા અને લૂંટફાટ યોગ્ય
અમેરિકન વહીવટીતંત્રે ગંભીરતાપૂર્વક વિચારવું પડશે કે આ સમુદાય જાતિગત ભેદભાવથી મુક્ત કેમ નથી? દુનિયાભરને સમાનતા અને બંધુત્વનો ઉપદેશ આપતો અમેરિકા કેમ નથી જોઇ શકતો કે તેની જ ધરતી પર આ માનવ મૂલ્યોની કેવી અવગણના કરવામાં આવી રહી છે? જોકે અન્યાય સામેની લડતના નામે અરાજકતા અને લૂંટફાટને કોઇપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં.અન્યાયના વિરોધમાં હિંસાનો આશરો લેનારા એક પ્રકારનો અત્યાચાર કરી રહ્યા છે, પરંતુ અમેરિકન વહીવટી તંત્રએ એ પણ જોવાનું છે કે વિરોધનાં બહાનાં હેઠળ હિંસા માટે લોકોને કોણ ઉશ્કેરી રહ્યું છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.