બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 19 September 2024
US Fed Rate Cut : અમેરિકાએ 4 વર્ષ બાદ એક મોટો નિર્ણય લેતાની સાથે જ હવે આજે ભારતીય શેરબજાર પર તેની અસર દેખાઈ શકે છે. વાસ્તવમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જે બાદ અમેરિકામાં કુલ વ્યાજ દર ઘટીને 5 ટકા થઈ ગયા છે. ફેડરલ રિઝર્વે 4 વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. નિષ્ણાતોના મતે ફુગાવા સામે અમેરિકાની સેન્ટ્રલ બેંકની લડાઈ એક રીતે સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકન સેન્ટ્રલ બાદ હવે વિશ્વના અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો પણ વ્યાજદરમાં ઘટાડો કરવા વિચારશે. જોકે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે તેવી અપેક્ષા હતી.
ADVERTISEMENT
ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ હવે અમેરિકન શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P500 બધામાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડૉલર ઇન્ડેક્સમાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 100.39 પર ટ્રેડ કરી રહ્યો છે. જેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં જોવા મળી રહી છે.
યુએસ ફેડરલ રિઝર્વે કોવિડ રોગચાળા પછી પ્રથમ વખત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ફેડરલ રિઝર્વે તેમાં 0.50 ટકાનો ઘટાડો કરીને બધાને ચોંકાવી દીધા છે. ખાસ વાત એ છે કે, ફેડ દ્વારા આ કાપ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરવામાં આવ્યો છે. જે બાદ ઉધાર ખર્ચ ઝડપથી ઘટશે. ફેડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, નીતિ નિર્માતાઓએ વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કરવાની તરફેણમાં 11 વખત મતદાન કર્યું હતું. ફેડએ કહ્યું કે, વર્ષના અંતે 0.50 ટકા અને વર્ષ 2025માં વધુ 0.50 ટકાનો ઘટાડો થશે. મતલબ કે અમેરિકામાં વ્યાજદરમાં કુલ દોઢ ટકાનો ઘટાડો થશે.
ADVERTISEMENT
અમેરિકન શેરબજારમાં તેજી
આ તરફ વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો અને ચાલુ વર્ષમાં વધુ એક કટ અને આવતા વર્ષની શરૂઆતમાં વધુ એક કટની જાહેરાત બાદ અમેરિકન શેરબજારમાં તેજીનું વાતાવરણ છે. ડાઉ જોન્સમાં 147.55 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નાસ્ડેકમાં 139.17 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે S&P 500માં 27.58 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ, તો શેરબજારમાં વધુ વૃદ્ધિ થશે અને તેની અસર વિશ્વના બાકીના શેરબજારોમાં જોવા મળશે.
યુએસ ડોલરમાં ઘટાડો
જોકે યુએસ ડોલર ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 100.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. કરન્સી નિષ્ણાતોના મતે ડોલર ઈન્ડેક્સ 100ના સ્તરથી પણ નીચે આવી શકે છે. છેલ્લા 3 મહિનામાં ડૉલર ઇન્ડેક્સમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સમાં 1.31 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો : વધુ એક IPO બજારમાં ધમાલ મચાવવા તૈયાર, આ તારીખે ખુલશે, રૂપિયા ભેગા કરવા લાગ્યા લોકો
ભારતીય બજાર પર પડશે સકારાત્મક અસર
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ગુરુવારે વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ અસર આઈટી અને બેન્કિંગ શેરોમાં જોવા મળી શકે છે. ડૉલર ઇન્ડેક્સના ઘટાડાને કારણે રૂપિયો વધશે. TCS, Infosys, Wipro, HCL Tech જેવી ભારતીય IT કંપનીઓના શેરમાં વધારો થઈ શકે છે. બીજી તરફ કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે ભારતના MCX માર્કેટમાં સોનાની કિંમત રોકેટ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.