બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:56 AM, 14 December 2024
US Immigration Policy: અમેરિકામાંથી ભારતીયોને લઈને એક મહત્વપૂરણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન લગભગ 18 હજાર ભારતીયોને દેશનિકાલ કરી શકે છે. અમેરિકન ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICI) દ્વારા જાહેર કરાયેલા ડેટામાંથી આ માહિતી બહાર આવી છે.
ADVERTISEMENT
આટલા ભારતીયો જોખમમાં
આ જાહેર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં રહેતા 17,940 ભારતીયો એવા 1.45 મિલિયન લોકોમાં સામેલ છે જેમને દેશનિકાલનું જોખમ છે. ICEએ કહ્યું કે, યોગ્ય ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવો એ ટ્રમ્પનો સરહદ સુરક્ષા એજન્ડા છે.
ADVERTISEMENT
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેશે
નોંધનીય છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ પ્રવાસીઓને લઈને કડક ઈમિગ્રેશન નીતિના પક્ષમાં રહ્યા છે. ICEએ નવેમ્બર 2024માં આ આંકડા જાહેર કર્યા હતા.
લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું
આ મુજબ, 17,940 ભારતીયોને અંતિમ આદેશની સૂચિમાં રાખવામાં આવ્યા છે, જેઓ ICEની કસ્ટડીમાં નથી, પરંતુ તેઓ દેશનિકાલ થવાની રાહ જોઈ રહ્યા છે. આમાંના ઘણા ભારતીયોએ ત્રણ વર્ષથી વધુ સમયથી કાનૂની પ્રક્રિયા સહન કરી છે રિપોર્ટમાં ભારતનું નામ એ 15 દેશોમાં સામેલ છે જેમના પર દેશનિકાલ પ્રક્રિયામાં સહકાર ન આપવાનો આરોપ છે.
ભારતીયો અમેરિકી સરહદમાં પ્રવેશતા ઝડપાયા
આંકડાઓ અનુસાર, છેલ્લા 3 વર્ષમાં લગભગ 90,000 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકી સરહદમાં પ્રવેશતા ઝડપાયા છે. તેમાંથી મોટાભાગના પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના છે. જો કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનારાઓમાં હજુ પણ સરહદની નજીક આવેલા દેશો ટોચ પર છે.
હોન્ડુરાસમાં ડોક્યુમેન્ટ વગરના પ્રવાસીઓ પ્રથમ ક્રમે
આમાં હોન્ડુરાસ ડોક્યુમેન્ટ વગરના 2,61,000 પ્રવાસીઓ સાથે પ્રથમ ક્રમે છે. આ પછી ગ્વાટેમાલા 2,53,000 પ્રવાસીઓ સાથે બીજા સ્થાને છે. જો એશિયાની વાત કરીએ તો 37,908 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સાથે ચીન ટોચ પર છે. ભારત 17,940 પ્રવાસીઓ સાથે એકંદર રેન્કિંગમાં 13મા ક્રમે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT