ચેતવણી / અમેરિકી નિષ્ણાતનો દાવો ભારતમાં 6 અઠવાડિયામાં આટલા કરોડ કોરોના કેસ થવાની દહેશત

American expert says India is definitely in the community transmission phase

છેલ્લા થોડા અઠવાડિયાથી ભારતમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થયો છે. દેશમાં હવે દરરોજ 50 હજાર નવા કેસ સામે આવે છે. ગયા અઠવાડિયે ફક્ત 3 દિવસમાં 1 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આમ જ રહ્યું તો ભારતના દૈનિક કેસની સંખ્યા બ્રાઝીલ કરતા પણ વધી જશે. અમેરિકાના એપિડેમિયોલોજિસ્ટ ભ્રમર મુખર્જીએ વેબસાઈટ ધ વાયર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે શક્ય છે કે ભારતમાં અત્યારે જ 3 કરોડ પોઝિટિવ કેસીસ હોય. આ સંખ્યા 6 અઠવાડિયામાં વધીને 10 કરોડ સુધી પહોંચી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ