નિવેદન / અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામતા જૉ બાઈડને કહ્યુ, હું તોડનારો નહીં પણ જોડનારો પ્રેસિડન્ટ બનીશ

america us president elect joe biden says pledge to be a president who seeks not to divide but unify

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડને શનિવારે રિપબ્લીકન પાર્ટીના પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમને ભારે હાર ચખાડી છે. આ બાદ અમેરિકાને સંબોધન કરતા જો બાઈડેને કહ્યું કે હું વાયદો કરુ છું કે હું તોડનારો નહીં પણ જોડનારો રાષ્ટ્રપતિ બનીશ. જો બાઈડેને ચૂંટણીમાં ડેમોક્રેટ અને રિપબ્લિકનના લાલ અને બ્લૂ રંગમાં રંગાયેલા અમેરિકાના નક્શા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હું એવો રાષ્ટ્રપતિ બનીશ જે લાલ અને બ્લૂ રંગમાં રંગેલા અમેરિકન પ્રાંતોને નથી જોતો ફક્ત અમેરિકાને જોવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ