બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકા જનારા ભારતીયો માટે ગુડ ન્યુઝ, ચાલુ વર્ષે આટલાં હજાર સ્પેશિયલ વિઝા કરાશે ઈશ્યૂ
Last Updated: 10:05 AM, 13 October 2024
અમેરિકા જતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવી ગયા છે. અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે એક નવો રસ્તો ખુલી ગયો છે. હવે અમેરિકા સ્કિલ્ડ પ્રોફેશનલને એચ કેટેગરીના વિઝા આપશે. આ વર્ષે લગભગ 25 હજાર ભારતીયો માટે અમેરિકા એચ કેટેગરી વિઝા જારી કરશે. આનો અર્થ એ થયો કે સ્કિલ્ડ પ્રોફેશનલ્સને હાર્ટલેન્ડ રાજ્યોમાં કામ કરવાની તક આપવામાં આવશે.
ADVERTISEMENT
અમેરિકા ચાલુ વર્ષે 25 હજાર સ્પેશિયલ વિઝા ઈશ્યૂ કરશે
અમેરિકાના એવા રાજ્યો કે ન્યૂયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા જેવા રાજ્યોની સરખામણીમાં આર્થિક રીતે પછાત હોય, એને હાર્ટલેન્ડ રાજ્યો કહેવામાં આવે છે. જેમાં મિશિગન, ડકોટા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. અમેરિકન સરકારનું માનવું છે કે ભારતીયના સ્કિલ્ડ પ્રોફેશનલ્સને આ પછાત રાજ્યોના વિઝા આપવાથી આ રાજ્યોના આર્થિક વિકાસને વેગ મળી શકે છે. આ કેટેગરી ભારતીયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ભારતીયના સ્કિલ્ડ પ્રોફેશનલ્સને શરૂઆતમાં 3 વર્ષ માટે વિઝા આપવામાં આવશે.
ADVERTISEMENT
H કેટેગરીમાં દર 4 મહિને વિઝા જારી કરાશે. હાર્ટલેન્ડ સ્ટેટ સંઘીય સરકારને પોતાની માગ જણાવશે. આ હિસાબથી વિઝા ઇચ્છતા લોકોને રાજ્યોની ફાળવણી કરાશે. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે વિઝા જારી થશે, જે 6 વર્ષ સુધી વધારી શકાશે. 6 વર્ષ બાદ અમેરિકામાં સ્થાયી નિવાસ માટે અરજી કરી શકાશે.
ADVERTISEMENT
એમ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોવી પડે છે, એટલે સ્કિલ્ડ પ્રોફેશનલ્સને એચ કેટેગરીમાં રાખી શકાય છે. જે ભારતીય લોકો અમેરિકા જઈને વસી જવા માંગે છે એવા લોકો મોટાભાગે કેલિફોર્નિયા, ન્યુયોર્ક જેવી જગ્યાઓ પસંદ કરે છે.
આ પણ વાંચો: કેનેડામાં પ્રાઈવેટ સેક્ટરની સાથે સરકારી નોકરીનો મોકો, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
ADVERTISEMENT
આ રાજ્યોમાં ભારતીયોની સંખ્યા ઓછી
મિશિગન, ડકોટા, અલબામા, કેન્ટકી, મિસોરી, નેબ્રાસ્કા, ઓહાયો જેવા 15 રાજ્યોમાં ભારતીયોની સંખ્યા ઘણી ઓછી છે. અમેરિકાની સરકારે આ રાજ્યોમાંથી એવા 100 જિલ્લાઓ પસંદ કર્યા છે કે જેના માટે ભારતીયોને વિઝા આપવામાં આવશે. જણાવી દઈએ કે એચ કેટેગરીના વિઝાની એક શરત હોય છે કે વ્યક્તિને વિઝા મળ્યાની તારીખથી એક વર્ષ સુધી એ જ જિલ્લામાં રહેવાનું હોય છે. આનાથી સ્કીલ્ડ પ્રોફેશનલ્સ એ જિલ્લાના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.