બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:52 PM, 14 August 2024
મોત પછી નવો જન્મ મળે છે આ વાતનો વધુ એક પુરાવો મળ્યો છે. પુનઃજન્મમાં માનવું કે ન માનવું તે અંગત વિષય છે પરંતુ ઘણી વાર પુનઃજન્મના એવા કિસ્સાં સામે આવી જતાં હોય છે કે માન્યે જ છૂટકો ! બનાસકાંઠાના પાલનપુરની 4 વર્ષની દક્ષા ઠાકોરના પુનઃજન્મના દાવાના થોડા મહિના બાદ હવે અમેરિકાના 7 વર્ષના છોકરાએ પોતાના પુનઃજન્મને લઈને હેરાનીભર્યા દાવાઓ કર્યાં છે.
ADVERTISEMENT
ઊંચી ઈમારતમાં કામ કરતો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ શકતો
અમેરિકામાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાને દાયકાઓ વીતી ગયા છે. પરંતુ હાલમાં જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. સાત વર્ષના છોકરાએ દાવો કર્યો છે કે તેને મરવાનું યાદ છે. કેડે નામના આ બાળકે કહ્યું કે તે એક ઊંચી ઈમારતમાં કામ કરતો હતો જ્યાંથી તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ શકતો હતો. કેડના માતા-પિતા, મોલી અને રિકના જણાવ્યા અનુસાર, કેડનો જન્મ થયો ત્યારથી જ તેના વિશે કંઈક અસાધારણ હતું. જ્યારે કેડ અઢી મહિનાનો હતો ત્યારે તે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બે વર્ષની ઉંમરે, કેડે ખૂબ જ મુશ્કેલ અને મોટા શબ્દો વાપરવાનું શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
મોટી બિલ્ડિંગ તૂટી પડતાં મૃત્યું પામ્યો
મોલીએ કહ્યું કે કેટલીકવાર કેડ મધ્યરાત્રિએ જ્યારે હું પથારીમાં હતો ત્યારે રડવાનું શરૂ કરી દેતો હતો અને તે ઊંચી ઇમારતમાં કામ કરવા વિશે ચીસો પાડીને જાગી જતો હતો અને પછી આખી ઘટનાનું પુનરાવર્તન કરતી હતી કે તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ શકતો હતો. મારી ઓફિસમાંથી. પછી જેમ તે ધીરે ધીરે મોટો થતો ગયો, તેણે તેની માતાને વધુ વિગતવાર કહેવાનું શરૂ કર્યું કે તેણે સપનું જોયું કે તે એક મોટી ઇમારત પરથી પડી રહ્યો છે, જાણે તે મૃત્યુ પામ્યો હોય. તેની માતાએ કહ્યું કે તેની વાતો પરથી લાગે છે કે તે આગલા જન્મમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમા કામ કરતો હશે.
2003ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલામાં 3000 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ભયાનક આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓ વિમાન ટકરાવીને હુમલો કર્યાં હતો જેમાં 3000થી વધુ લોકોના મોત થયાં હતા. અમેરિકાના આ છોકરાએ આ જડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના મરીને ફરી જન્મ્યો હોવાનો દાવો કર્યો છે.
23 જુને પાલનપુરની દક્ષા ઠાકોરે કર્યાં હતા પુનઃજન્મનો દાવો
ઉલ્લેખનીય છે કે 23 જુન 2023ના દિવસે પાલનપુરની 4 વર્ષની બાળકી દક્ષા ઠાકોરે પણ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં હતા. દક્ષા 3 વર્ષની ઉંમરમાં હિંદીમાં કડકડાટ વાતો કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે તેનો આ ફરી જન્મ થયો છે. આગલા ભવમાં તે કચ્છના અંજારમાં રહેતી હતી અને તેનું નામ પ્રિંજલ હતું અને ભૂંકપમાં ઘરનું ધાબૂ પડી જતાં દટાઈ જવાને કારણે તેનું મોત થયું હતું. સ્કૂલેથી ઘેર પાછા આવતી આ ઘટના બની હોવાનું પણ તેનું કહેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.