બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / જો ટ્રમ્પ ચૂંટણી જીતશે તો અમેરિકન સરકારમાં શું હશે એલન મસ્કનો રોલ, આપ્યું ચોંકાવનારું નિવેદન
Last Updated: 11:13 AM, 6 September 2024
America President Election : અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન તમે જાણતા જ હશો કે, એલન મસ્ક અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. પછી તે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પનો ઇન્ટરવ્યુ લે આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્ક માટે મોટી જાહેરાત કરી છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે ?
ADVERTISEMENT
રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ મસ્કની અધ્યક્ષતામાં સરકારી કાર્યક્ષમતા પંચ (Government Efficiency Commission) ની રચના કરશે. રિપબ્લિકન સમર્થકોના જણાવ્યા અનુસાર ટ્રમ્પ કેટલાક અઠવાડિયાથી કાર્યક્ષમતા કમિશન વિશે તેમના સાથીઓ સાથે વાત કરી રહ્યા છે. જોકે તેમણે આ અંગે પહેલીવાર જાહેરમાં કંઈક કહ્યું છે.
ટ્રમ્પે મસ્કને સ્માર્ટ ગણાવ્યા
એલન મસ્ક અંગે ટ્રમ્પે કહ્યું, તેમણે મને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તે એક સારા અને સ્માર્ટ વ્યક્તિ છે. તેઓ જાણે છે કે શું કરવું. જો એલન મસ્ક પાસે સમય હોય તો તે આ કામ સારી રીતે પૂર્ણ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, એલન મસ્ક આ કમિશનનું નેતૃત્વ કરવા માટે સંમત થયા છે. હાલમાં ટ્રમ્પે જણાવ્યું નથી કે આ કમિશન કેવી રીતે કામ કરશે. ટ્રમ્પનું કહેવું છે કે, કાર્યક્ષમતા આયોગ તેની રચનાના 6 મહિનાની અંદર 'છેતરપિંડી અને અન્યાયી ચૂકવણીઓ' નાબૂદ કરવાની યોજના વિકસાવશે.
કમિશન આર્થિક બાબતો પર નજર રાખશે
આ સાથે રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કાર્યક્ષમતા આયોગ સમગ્ર અર્થતંત્ર અને ફેડરલ સરકાર (Federal Government) ના કામનું ઓડિટ કરશે. આ સાથે તેઓ સુધારા માટે ભલામણો પણ કરશે. મસ્કે પણ પોડકાસ્ટમાં આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ સરકારમાં જોડાઈને આ પ્રકારનું કામ કરવા ઈચ્છશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.