બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રાષ્ટ્રપતિ બનતાની સાથે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, કેસ દાખલ, એલન મસ્કવાળા DOGE સાથે છે કનેક્શન

વિશ્વ / રાષ્ટ્રપતિ બનતાની સાથે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, કેસ દાખલ, એલન મસ્કવાળા DOGE સાથે છે કનેક્શન

Last Updated: 07:43 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ (AFGE) અને નોન-પ્રોફિટ પબ્લિક સિટિઝને આ યોજના પર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) સામે દાવો દાખલ કર્યો

Donald Trump : અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધાની થોડી જ મિનિટોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ (AFGE) અને નોન-પ્રોફિટ પબ્લિક સિટિઝને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) યોજના પર તેમની સામે દાવો દાખલ કર્યો છે. DOGE નું નેતૃત્વ એલન મસ્ક કરે છે જેનો ઉદ્દેશ્ય સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પ્રસ્તાવિત DOGE યોજનાનો હેતુ સરકારી ખર્ચમાં $2 ટ્રિલિયનનો ઘટાડો કરવાનો છે. આ યોજનાએ સરકારી કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય જન્માવ્યો છે. AFGE કહે છે કે, DOGE યોજના ફેડરલ નિયમોનું પાલન કરતી નથી અને જ્યાં સુધી તે જરૂરી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી DOGE ને સલાહકાર બોર્ડ તરીકે કામ કરતા અટકાવવા કોર્ટને કહ્યું છે.

Donald-Trump

સરકારી કાર્યક્ષમતા વિભાગની જવાબદારી અબજોપતિ એલન મસ્કને સોંપવામાં આવી છે . મસ્કની ભૂમિકા અંગે ચિંતા છે કે તેની યોજનાઓ સરકારી કર્મચારીઓની નોકરીઓ અને હિતોને પ્રતિકૂળ અસર કરી શકે છે. AFGE એ આનો વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, યોજના હેઠળ કરવામાં આવેલ કાપ કર્મચારીઓની નોકરીઓ માટે ખતરો બની શકે છે.

વધુ વાંચો : સુંદર પિચાઇથી લઇને મેલોની-જયશંકર સુધી, એ દિગ્ગજો કે જેને ટ્રમ્પના શપથ ગ્રહણમાં લગાવ્યા ચાર ચાંદ

ટ્રમ્પના શપથ ગ્રહણ અને જાહેરાતો

શપથ ગ્રહણ બાદ પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીને 'લિબરેશન ડે' ગણાવ્યો અને કહ્યું કે અમેરિકાનો 'સુવર્ણ યુગ' શરૂ થઈ ગયો છે. પોતાના પ્રાથમિક એજન્ડા 'અમેરિકા ફર્સ્ટ' પર ભાર મૂકતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ દેશને સુરક્ષિત, સસ્તું અને ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે સાહસિક પગલાં લેશે. તેમણે બિડેન વહીવટીતંત્રની નીતિઓમાં ફેરફાર કરવા અને સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડરની પણ જાહેરાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Elon Musk Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ