બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! હવે સરળતાથી મળશે નોકરી માટે H-1B વિઝા
Last Updated: 08:33 PM, 17 January 2025
H-1B વિઝા યુ.એસ.માં નોકરી આપનારને ખાસ વ્યવસાયોમાં વિદેશી કામદારોને અસ્થાયી રૂપે નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. આ વિઝા માટે વધુ નોલેજની જરૂરી હોય છે. તેમાં ભારતીય પ્રોફેશનલની ભાગીદારી મોટી છે. 2023માં 3,86,000 H-1B વિઝામાંથી 72.3 ટકા ભારતીયોને આપવામાં આવ્યા હતા. પરંતુ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ H-1B વિઝા પ્રોગ્રામમાં બદલાવની જાહેરાત કરી છે, જે 17 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ કાર્યક્રમની દક્ષતા વધારવા, પારદર્શિતા લાવવા અને દુરુપયોગ અટકાવવાનો છે.
ADVERTISEMENT
હવેથી ડિગ્રી અને નોકરી વચ્ચે યોગ્ય સંબંધ હોવો જોઈએ. આ સુધારાથી વિઝાની અરજીની પ્રોસેસ વધુ ફ્લેક્સીબલ બનશે. F-1 વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે H-1B વિઝામાં ટ્રાન્સફરની પ્રોસેસ સરળ બની ગઈ છે. જ્યાં સુધી તેમની H-1B અરજી પેન્ડિંગ રહેશે ત્યાં સુધી તેમનો F-1 વિઝા આપમેળે 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવશે. આ સિવાય બિન-લાભકારી અને સરકારી સંશોધન સંસ્થાઓ પણ H-1B વિઝા મર્યાદામાંથી મુક્તિ મેળવવા માટે પાત્ર બનશે, ભલે તેમનું મુખ્ય ધ્યાન સંશોધન પર ન હોય. આ સંશોધન સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ બદલાવ છે.
ADVERTISEMENT
નોકરી આપનારે તે પ્રમાણિત કરવુ જરૂરી છે કે વિઝા હોલ્ડર માટે કાયદેસર 'વિશેષ વ્યવસાય' નોકરી ઉપલબ્ધ છે. DHS નોકરીની વાસ્તવિકતાની પૃષ્ટિ કરવા દસ્તાવેજોની વિનંતી કરી શકે છે, જેથી પ્રોસેસની પારદર્શિતા અને અખંડિતતા સુનિશ્ચિત થશે.
આ સુધાર ભારતીય પ્રોફેશનલ માટે ઘણી સંભાવનાઓ ઊભી કરે છે. ભારતીયોની ભાગીદારી વધુ હોવાથી આ ફેરફારો તેમના માટે વધુ ફાયદાકારક સાબીત થઈ શકે છે, ખાસ કરીને ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રોમાં. F-1 વિઝાથી H-1B વિઝામાં ફેરફાર કરવાની પ્રોસેસ સરળ બનાવવાથી ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
પારદર્શી પ્રોસેસ: નોકરી આપનાર અને લાભાર્થી બંને માટે વધુ સ્પષ્ટતા અને પારદર્શિતા.
ફ્લેક્સીબિલિટી : કેપ છુટ નિયમમાં સુધારથી શોધ ક્ષેત્રમાં વધુ અવસર.
પ્રભાવી ટ્રાન્જિશન : વિદ્યાર્થીઓ માટે F-1 થી H-1B માં સરળ પરિવર્તન
H-1B વિઝા પ્રોગ્રામમાં આ ફેરફારો માત્ર યુએસ કંપનીઓ માટે ટેલેન્ટને આકર્ષવામાં મદદ નહીં કરે પરંતુ ભારતીય પ્રોફેશનલ માટે નવી તકો પણ ખોલશે. પારદર્શિતા, દક્ષતા અને સુરક્ષા પર ભાર મૂકતા આ સુધારા ભારતીય ટેકનિકલ એક્સપર્ટ માટે એક સકારાત્મક પગલું સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.