બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓની ગોળી મારી હત્યા, ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો ગોળીબાર, જુઓ વીડિયો
Last Updated: 10:53 AM, 5 December 2024
અમેરિકાનું ન્યુયોર્ક રાજ્ય ફરી એકવાર મોટી ગોળીબારથી હચમચી ઉઠ્યું છે. આ વખતે ગોળીબારનો શિકાર બન્યા યુનાઈટેડ હેલ્થકેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બ્રાયન થોમ્પસન. માહિતી અનુસાર, યુનાઈટેડ હેલ્થકેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બ્રાયન થોમ્પસનની બુધવારે સવારે ન્યૂયોર્કના મેનહટનમાં એક હોટલની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ત્યારે મૃતકની ઓળખ જાહેર કર્યા વિના, પોલીસે કહ્યું હતું કે હિલ્ટનની બહાર સવારે 6:45 વાગ્યે એક 50 વર્ષીય વ્યક્તિને ગોળી મારીને હુમલાખોર ફરાર થઈ ગયો.
ADVERTISEMENT
Brian Thompson New York’ta infaz edildi
— soccerfan (@Soccerfan1907) December 4, 2024
İlaç endüstrisinin sahtekârlıkları konusunda Kongre de ifade verecekti.
pic.twitter.com/qiIW9raz15
પોલીસે જણાવ્યું કે ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેને બચાવી શકાયા નહીં. હેલ્થકેર જાયન્ટ યુનાઇટેડ હેલ્થ ગ્રૂપ ઇન્ક.ની વીમા શાખા યુનાઇટેડ હેલ્થકેરની બુધવારે સવારે ન્યૂયોર્ક સિટીમાં રોકાણકારો સાથે વાર્ષિક બેઠક થવાની હતી. તેઓ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. થોમ્પસને 2004 થી કંપની સાથે રહીને ત્રણ વર્ષથી વધુ સમય માટે CEO તરીકે સેવા આપી હતી.
ADVERTISEMENT
ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો ગોળીબાર
એક માસ્ક પહેરેલ શંકાસ્પદે કથિત રીતે થોમ્પસનની રાહ જોઈ અને પછી તે નજીક આવતાં જ ગોળીબાર કરી દીધો. ગોળી તેમની છાતીમાં વાગી. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ભાગી ગયો હોવાનું પોલીસે જણાવ્યું. મેયર એરિક એડમ્સે જણાવ્યું કે પ્રારંભિક તારણો મુજબ ગોળીબારની ઘટના અચાનક નથી થઈ પરંતુ ટાર્ગેટ કરીને ગોળીબાર કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે ઘાયલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. ગોળીબારની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દેખીએ રહ્યું છે એક હૂડી પહેરેલ વ્યક્તિ હાથમાં ગન લઈને આવે છે અને ગોળીબાર કરી નાખે છે.
🔴 SENSITIVE CONTENT:
— Valentin Erikson (@eriksonvalentin) December 4, 2024
WATCH: Brian Thompson, the CEO of #UnitedHealthcare, the world’s 8th largest company, was killed in Manhattan, New York. #unitedhealthcareceo #UnitedStates #NewYorkCity #BrianThompson pic.twitter.com/cngo7Q3iRF
આ પણ વાંચો: ત્રણ મહિનામાં જ પડી ગઈ બાર્નિયરની લઘુમતી સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
20 વર્ષથી એક જ કંપનીમાં બજાવી રહ્યા હતા ફરજ
બ્રાયન એપ્રિલ 2021 થી યુનાઈટ હેલ્થકેરના સીઈઓ હતા. માહિતી અનુસાર, યુનાઈટેડ હેલ્થકેરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બનતા પહેલા બ્રાયન થોમ્પસન અહીં કર્મચારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2004 માં, તેઓ યુનાઈટેડ હેલ્થ ગ્રુપમાં જોડાયા અને ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. તેમની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમને આ જવાબદારી આપી હતી. પોતાની મહેનતથી તેઓ કંપનીને ઘણી આગળ લઈ ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT