બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમેરિકામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીના મોત
Last Updated: 04:54 PM, 22 March 2025
વિદેશની ધરતી પર ફરીએકવાર ગુજરાતી પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમેરિકામા વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર થયાની વિગતો સામે આવી છે. જ્યાં અશ્વેત વ્યક્તિએ ગોળીબાર કરતા પિતા-દીકરીના મોત થયો છે.
ADVERTISEMENT
(આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન)
ADVERTISEMENT
વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર
અમેરિકામા વર્જિનિયાનામાં મુળ ગુજરાતના મહેસાણાના કનોડા ગામનો પરિવાર હતો જે વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો. જેના પર અશ્વેત પરિવારે ગોળીબાર કર્યો છે. પોલીસે ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે. બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કરતાં પિતાનું ઘટનાસ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી
આ ઘટનાના પગલે અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પાપ્ત વિગતો મુજબ હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. જો કે, હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: ગુજરાતીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો! તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
અગાઉ પણ આવા બનાવો બની ચુક્યા છે
આપને જણાવીએ કે, અવાર નવાર ભારતીય સમુદાયના લોકો પર હુમલાની ઘના બનતી હોય છે. થોડા સમય અગાઉ પણ એવી જ ઘટનાઓ સામે આવી છે. ભરૂચના જંબુસરના વતની અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતા યુવકની લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાની ઘટના બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.