બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'હવેથી કોઈ પણ દેશને અમે અમારો ફાયદો નહીં ઉઠાવવા દઈએ', રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો હુંકાર

અમેરિકા / 'હવેથી કોઈ પણ દેશને અમે અમારો ફાયદો નહીં ઉઠાવવા દઈએ', રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો હુંકાર

Last Updated: 11:12 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ''અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે''

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે 'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે ''હવે દુનિયાનો કોઈપણ દેશ આપણો ઉપયોગ કરી શકશે નહીં. વધુમાં કહ્યું, ''અમારી સાર્વભૌમત્વ જાળવીશું અને દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં તેમજ અમેરિકામાં હવે ઘૂસણખોરી નહીં થાય. આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાનું પુનરાવર્તન કર્યું હતું.

''કોઈ દેશને ફાયદો ઉઠાવવા નહીં દઈએ''

ટ્રમ્પે કહ્યું કે, 'આજથી આપણો દેશ ફરીથી સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં આપણું સન્માન વધશે. અમે હવે કોઈ દેશને ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આપણું સાર્વભૌમત્વ ફરી પ્રાપ્ત થશે. આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે''

આ પણ વાંચો: 24 કલાકમાં જ રદ થઇ જશે બાઇડનના તમામ સ્ટુપિડ ઓર્ડર, શપથ લીધા પહેલા જ ટ્રમ્પનું મોટું એલાન

''દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર''

રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.' ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણી સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈનિકો મોકલવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે, 'અમે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા છોડી દઈશું.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump inauguration LIVE Trump inauguration LIVE Trump Oath Ceremony
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ