અમેરિકામાં ચૂંટણી પુરી થઈ ગઈ છે. ડેમોક્રેટ્સ ઉમેદવાર જો બાયડનઅમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. જ્યારે કમલા હેરિસ નવા ઉપરાષ્ટપતિ બનશે. આ દરમિયાન અમેરિકાની સત્તામાં પરિવર્તનની પ્રક્રિયા પર ચર્ચા થવા લાગી છે. જો બાયડન પોતાના ટ્રાન્જિશન ટીમમાં 20 ભારતીય મૂળના લોકોને સામિલ કર્યા છે.
ભારતીય પ્રવાસી અમેરિકામાં સત્તા પરિવર્તનમાં મહત્વનો રોલ નિભાવવાના છે
બાયડને 3 ભારતીયઓને પોતાની રિવ્યૂ ટીમમાં લીડર તરીકે સામિલ કર્યા છે
અન્ય લોકો 20 ભારતીય મૂળના લોકોમાં ટીમમાં સમાવિષ્ઠ છે
હકિકતમાં અમેરિકાના પસંગદી પામેલા નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને પાતાની એક નવી રિવ્યૂ ટીમ બનાવી છે . આને ટ્રાન્જિશન ટીમ પણ કહેવામાં આવી રહી છે. આના માધ્યમથી તે ચૂંટણી જીત્યા બાદ 20 જાન્યુઆરીએ થનારી રાષ્ટ્રપતિની શપથ વિધી બાદ પોતાનો કારભાર સંભાળશે. આ ટીમમાં લગભગ 500 સભ્ય છે. જો બાયડને 3 ભારતીયઓને પોતાની રિવ્યૂ ટીમમાં લીડર તરીકે સામિલ કર્યા છે. જ્યારે કે 20 અન્યને આ ટીમમાં સમાવ્યા છે. આ તમામ ભારતીય પ્રવાસી અમેરિકામાં સત્તા પરિવર્તનમાં મહત્વનો રોલ નિભાવવાના છે.
બાયડનની એક ટીમમાં 3 મુખ્ય ભારતીય મુળના ચહેરા છે જેમાં રાહુલ ગુપ્તા, અરુણ મજૂમદાર અને કિરણ આહુજા છે. આ ઉપરાંત અતમન ત્રિવેદી, અનીશ ચોપડા, અરુણ વૈંકટરમન, રાજ નાયક, શીતલ શાહ જેવા અન્ય લોકો 20 ભારતીય મૂળના લોકોમાં સમાવિષ્ઠ છે.
આ પહેલા લોકોની વચ્ચે જો બાયડનનું પ્રશાસન પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેવામાં મનાઈ રહ્યું છે કે આ ટીમમાં ભારતીયવંશીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીની તસ્લીકો સ્પષ્ટ થવાના થોડાક કલાકો બાજ બાયડન કેમ્પ તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની પહેલી પ્રાથમિક્તા કોરોનાની મહામારી પર નિયંત્રણ લાવવાનું છે. બાયડન તેના માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. હાલમાં આ ટીમની જવાબદારી ડૉ. વિવેદ મૂર્તિને આપવામાં આવી છે.