અમેરિકાએ ખૂંખાર આઇએસઆઇએસ ચીફ અબૂ બકર અલ બગદાદીના સંભવિત ઉત્તરાધિકારીને પણ મોતને ઘાટ ઉતાર્યો છે. તેની પુષ્ટી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું કે બગદાદીના નંબર એક ઉત્તરાધિકારીને પણ મારી નાંખવામાં આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી પુષ્ટી, બગદાદીના નંબર એક ઉત્તરાધિકારીને મારી નંખાયો
ISIS વડો બગદાદીના માર્યા ગયા બાદ નવા ઉત્તરાધિકારીના રૂપે અબ્દુલ્લા કરદાશનું પણ મોત
અમેરિકી રાષ્ટ્ર્પ્રમુખે ટ્વિટ કરતા કહ્યું કે પુષ્ટી કરવામાં આવી છે કે અબૂ બકર અલ બગદાદીના નંબર એક ઉત્તરાધિકારીને પણ મારી નાંખવામાં આવ્યો છે. સૌથી વધારે સંભાવનાને કારણે તેને ટોચના સ્થાન પર પણ લઇ જવાયો હશે, હવે તેને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો છે.
નોંધનીય છે કે, ટ્રમ્પે પોતાના ટ્વિટમાં કોઇનું નામ નથી લીધુ. પ્રાપ્ત જાણકારી અનુસાર, ISIS વડો અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા બાદ નવા ઉત્તરાધિકારીના રૂપે અબ્દુલ્લા કારદશ ઉર્ફ હાજી અબ્દુલ્લા અલ અફરીનું નામ સામે આવ્યું હતું. અબ્દુલ્લા કારદશને ISISમાં પ્રોફેસરના નામે પણ ઓળખવામાં આવે છે. સાથે એમ પણ બતાવાઇ રહ્યું છે કે તે પહેલાથી જ આઇએસના તમામ પ્રકારના કામો પર નજર રાખતો હતો. તેને કેટલાક ખાસ નિર્ણય લેવાની સત્તા મળી હતી.
Just confirmed that Abu Bakr al-Baghdadi’s number one replacement has been terminated by American troops. Most likely would have taken the top spot - Now he is also Dead!
આંતકી બગદાદી ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. એવામાં અબ્દુલ્લા કારદશ હાલના દિવસોમાં આતંકી સંગઠનનું સંચાલન કરતો હતો. એક રિપોર્ટ અનુસાર કારદશ પૂર્વ ઇરાકી તાનાશાહ સદ્દામ હુસૈન માટે સેનામાં કામ કરતો હતો.
અલ બગદાદી કોઇપણ ઓપરેશનમાં ભાગ નહોતો લેતો પરંતુ આદેશ આપતો હતો અને કારદશ જ આતંકી ગતિવિધિઓને અંજામ આપતો હતો. ઓગસ્ટમાં એક હવાઇ હુમલામાં ઘાયલ થયા બાદ તેની કમાન કારદશને સોંપવામાં આપી હતી.