બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 14 June 2021
ADVERTISEMENT
શોધકર્તાઓએ ફાઈઝર-મૉડર્નાની વેક્સિનથી દુર્લભ બીમારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે તેમાંથી અડધાથી વધારે મુશ્કેલી 12-24 વર્ષના લોકોમાં જોવા મળી છે. દેશમાં કરોડો વેક્સિનમાં ફક્ત 9 ટકા આ ઉંમરના લોકો લઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
18 જૂને યોજાશે બેઠક
આ જાણકારી સામે આવ્યા બાદ સીડીસીના સલાહકારોએ વેક્સિનથી જન્મેલી મુશ્કેલી માયોકાર્ડાઈટિસ અને પેરિકાર્ડાઈટિસના કારણોની તપાસ માટે 18 જૂને બેઠક યોજી છે.
વેક્સિન લીધેલા વ્યક્તિઓમાં માયોકાર્ડાઈટિસ અને પેરિકાર્ડાઈટિસની અસર
માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં સોજો આવી જાય છે. આ સાથે જ પેરિકાર્ડાઈટિસમાં હૃદયની આસપાસની કોશિકામાં સોજો આવે છે. 31 મે સુધી 216 લોકોમાં પ્રથમ ડોઝ લીધા બાદ આ સમસ્યા જોવા મળી છે. તો 573 લોકોમાં બીજો ડોઝ લીધા બાદ આ સમસ્યા જોવા મળી છે. આ આંકડા વેક્સિન સુરક્ષા મુદ્દે થયેલી બેઠકમાં સામે આવ્યા છે. હવે આ બીમારીની તપાસ CDCએ હાથ ધરી છે. કેટલાક સંશોધકોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ ચિંતાની વાત તો એ છે કે 12થી 24 વર્ષની ઉંમરમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
USમાં દુર્લભ બીમારીએ વધારી ચિંતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે એડ્વાઇઝરી જાહેર, નોટ કરી લેજો આ હેલ્પલાઇન નંબર
PM Modi Canada Visit / PM મોદી કેનેડા પ્રવાસે, G7 સમિટમાં થશે સામેલ, વિવિધ મુદ્દાઓ પર છેડાશે ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT