બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં ડબલ એટેક! એક તરફ આગ તો બીજી તરફ બરફ, જગત જમાદારની 'હવા ટાઈટ'

અમેરિકા / અમેરિકામાં ડબલ એટેક! એક તરફ આગ તો બીજી તરફ બરફ, જગત જમાદારની 'હવા ટાઈટ'

Last Updated: 01:27 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ સતત વધી રહી છે. તો બીજી તરફ યુએસ હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં બરફના તોફાન અંગે ચેતવણી જારી કરી છે.

અમેરિકા પર બેવડું સંકટ આવી પડ્યું છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ સતત વધી રહી છે, આ આગને લીધે કેટલુંય નુકસાન થયું છે. તો બીજી તરફ દેશના બીજા છેડે ભારે હિમવર્ષાને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે આશરે 6 કરોડ લોકો પર અસર થઈ છે.

પહેલા વાત કરીએ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ વિશે, તો જંગલોમાં લાગેલી આ આગ સતત વધી રહી છે. પેસિફિક પેલિસેડ્સ જંગલથી શરૂ થયેલી આ આગ ટૂંક સમયમાં વધારે ફેલાઈને હવે મોટા પાયે રહેણાંક વિસ્તારોને પણ નષ્ટ કરી દીધા છે. એવો અંદાજ છે કે આગને કારણે 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃત્યુઆંક પણ વધીને 7 થઈ ગયો છે. આ આગને કેલિફોર્નિયાના ઇતિહાસમાં બીજી સૌથી વિનાશક આગ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આગ 2900 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને તેનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આ આગના કારણે હોલીવુડમાં હોબાળો મચી ગયો છે. આગને કારણે અત્યાર સુધીમાં લગભગ બે લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં, ઘરો આગથી સળગી રહ્યા છે, લોકો ચીસો પાડી રહ્યા છે અને પ્રાણીઓ ગભરાટમાં ભાગી રહ્યા છે અને બધે જ ધુમાડો દેખાય છે.

આગ બુઝાવાને બદલે ફેલાઈ કેમ રહી છે?

જંગલોમાં લાગેલી આગ હજુ સુધી કાબુમાં આવી નથી. ફાયર બ્રિગેડ સતત પાણીની અછતનો સામનો કરી રહી છે. આગ ઓલવવા માટે 60 વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આગ ઓલવવામાં રેકોર્ડ સંખ્યામાં અગ્નિશામકો અને બચાવ ટીમો રોકાયેલ છે. હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આગ બુઝાવાને બદલે ઝડપથી ફેલાઈ રહી છે. આનું કારણ એ છે કે તોફાની પવનોને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા સતત બદલાઈ રહી છે, જેને કારણે આગ સતત અલગ અલગ સ્થળોએ ફેલાઈ રહી છે.

PROMOTIONAL 12

અમેરિકામાં હિમવર્ષાની ચેતવણી

તો બીજી તરફ યુએસ હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં બરફના તોફાન અંગે ચેતવણી જારી કરી છે. અમેરિકામાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું ત્રાટકવાનું છે, જેનાથી છ કરોડ લોકો પ્રભાવિત થવાની ધારણા છે. આ વાવાઝોડા અંગે યુએસ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. કેન્ટુકી, મિઝોરી અને વર્જિનિયાના ગવર્નરોએ તેમના રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

ટેક્સાસથી અલાબામા સુધીના દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષા અને ઠંડી પડવાની ધારણા છે, જેના કારણે અધિકારીઓને શાળાઓ બંધ કરવાની, ફ્લાઇટ્સ રદ કરવાની અથવા મોડી પાડવાની અને કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. આ વિસ્તારોના રહેવાસીઓને રસ્તાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. અહીંના એક હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે ડલ્લાસ વિસ્તારમાંથી પસાર થતું વાવાઝોડું અરકાનસાસ, લ્યુઇસિયાના, અલાબામા, મિસિસિપી, જ્યોર્જિયા, ટેનેસી, કેન્ટુકી, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને પેન્સિલવેનિયાના ભાગોમાંથી પસાર થશે.

આ પણ વાંચો: બ્રાઝિલમાં ખાનગી વિમાન તૂટી પડ્યું, ક્રેશનું ખૌફનાક મંજર CCTVમાં કેદ, 4નો આબાદ બચાવ

હજારો ફ્લાઇટ્સ થઈ કેન્સલ

ગુરુવારે સવારે ડલ્લાસમાં સેંકડો ફ્લાઇટ્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવી હતી. દેશભરમાં 3,100 થી વધુ વિલંબ અને 2,100 રદ થયાના અહેવાલ મળ્યા હતા. શુક્રવારે આ સિસ્ટમ ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે, જેના કારણે વર્જિનિયા અને ઉત્તર કેરોલિનાના દરિયાકાંઠે ભારે હિમવર્ષાની આગાહી છે. હવામાન સેવાએ જણાવ્યું હતું કે શનિવાર સુધીમાં જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, ટેનેસી અને પશ્ચિમ વર્જિનિયાના કેટલાક ભાગોમાં 8 ઇંચ (20 સેન્ટિમીટર) સુધી બરફ પડી શકે છે. શુક્રવાર સવારથી રાજ્યના ઉત્તરીય ભાગોમાં બરફ પડવાની શક્યતા હોવાથી, જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે ગુરુવારે રાજ્યવ્યાપી કટોકટીની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય હવામાન સેવાના આગાહીકારોએ ચેતવણી આપી હતી કે મેટ્રો એટલાન્ટામાં બરફ જમા થવાની સંભાવના છે, જેના કારણે રસ્તાઓ જોખમી બનશે અને સંભવતઃ વીજળી ગુલ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Winter Storm alert California Wildfires
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ