બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: અમેરિકાના મેક્સિકોમાં વાવાઝોડા ‘મિલ્ટન’ની ભયાનક અસર, હવાના જોરે કર્યું બધુ ખેદાન મેદાન

તારાજી / VIDEO: અમેરિકાના મેક્સિકોમાં વાવાઝોડા ‘મિલ્ટન’ની ભયાનક અસર, હવાના જોરે કર્યું બધુ ખેદાન મેદાન

Last Updated: 12:46 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Hurricane Milton News : આગામી 24 કલાકમાં ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતા, કેટેગરી 4નું વાવાઝોડું મેસ્કિકોમાં ત્રાટક્યું

America Hurricane Milton : અમેરીકા પર ફરી વાવાઝોડાની આફત મંડરાઇ રહી છે. વાસ્તવમાં હરિકેન મિલ્ટન વાવાઝોડું અમેરિકામાં મેક્સિકોના અખાત પર ત્રાટક્યું છે. વિગતો મુજબ કેટેગરી 4નું વાવાઝોડું મેસ્કિકોમાં ત્રાટકતા તેની ભયાનક અસર થઈ રહી છે. આ સાથે હવે આગામી 24 કલાકમાં ફ્લોરિડામાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. નોંધનિય છે કે, અગાઉ હેલેન નામના વાવાઝોડાએ તબાહી મચાવી હતી. આ તરફ હવે નાસા દ્વારા વાવાઝોડાની સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે.

મિલ્ટોન વાવાઝોડાની મેક્સીકોમાં ભયાનક અસર દેખાઈ રહી છે. સેલેસ્ટુનના માછીમારો દરિયામાં વાવાઝોડામાં ફસાયા છે. દરિયામાં હરિકેન મિલ્ટનનો સામનો કરતી બોટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વાવાઝોડામાં ફસાયેલા ખલાસીઓએ પોતાનો અનુભવ શેર કર્યો છે. જોકે સદનસીબે તોફાન પછી બોટમાં સવાર દરેક વ્યક્તિઓ સુરક્ષીત છે. આ સાથે બોટમાં સવાર તમામ લોકો જમીન પર પરત ફર્યા છે.

અમેરિકામાં હરિકેન મિલ્ટન વાવાઝોડાને કારણે તબાહી સર્જાવાની આશંકા છે. આ વાવાઝોડું મંગળવારે ફ્લોરિડાના ટેમ્પા ખાડી કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાને જોતા ફ્લોરિડામાં વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડું હેલેન તબાહી મચાવ્યાના બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમય બાદ આ પ્રચંડ વાવાઝોડું આવે છે.

બની શકે છે સૌથી વિનાશક તોફાન

વાવાઝોડું મિલ્ટન બુધવારે દરિયાકાંઠે ત્રાટકી શકે છે જેનાથી ફ્લોરિડાના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારા પર ખતરો ઉભો થયો છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે, પશ્ચિમ-મધ્ય ફ્લોરિડામાં ત્રાટકનાર મિલ્ટન અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું હોઈ શકે છે. ટેમ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે 10 થી 15 ફૂટના મોજાંની અપેક્ષા છે. 127 થી 254 મીમી કે તેથી વધુ વરસાદની અપેક્ષા છે. જેના કારણે પૂરનો પણ ભય છે.

લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. લગભગ 700 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બુધવાર માટે નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બિડેને તેમની જર્મની અને અંગોલાની 10-15 ઓક્ટોબરની યાત્રા મુલતવી રાખી છે.

વધુ વાંચો : લેબનોનમાં ઈઝરાયલની કાર્યવાહી યથાવત, નસરલ્લાહનો ઉત્તરાધિકારી પણ ઠાર

આ જીવન અને મૃત્યુનો મામલો: જો બિડેન

યુએસ પ્રમુખ જો બિડેને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે લોકોને વિનંતી કરી છે. બિડેને કહ્યું કે, આ જીવન અને મૃત્યુનો મામલો છે. ફ્લોરિડામાં એક સદી કરતાં પણ વધુ સમયમાં આ સૌથી ભયંકર વાવાઝોડું હોઈ શકે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, આવું ન થાય પણ અત્યારે એવું લાગે છે. બિડેને ફ્લોરિડામાં કટોકટીની ઘોષણાઓને મંજૂરી આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hurricane Landfall, America Hurricane Milton Milton
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ