બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે આ ભારતીય કંપની પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Last Updated: 08:48 AM, 13 October 2024
ઈરાન અને ઈઝરાયેલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની અસર દરેક દેશો પર પડી રહી છે. થોડા દિવસો પહેલા ઈરાન દ્વારા કરવામાં આવેલ હુમલાના વિરોધમાં હવે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. જો કે આની સીધી અસર ભારત પર પણ થઈ છે.
ADVERTISEMENT
અમેરિકાએ ઈરાની ઓઇલને એશિયામાં ખરીદદારોને વેચવા માટે ગેરકાયદેસર રીતે પરિવહન કરતી ઘણી શિપિંગ કંપનીઓને પ્રતિબંધિત કરી છે અને આમાં એક ભારતીય કંપની પણ સામેલ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે ભારત સ્થિત કંપની ગબ્બોરો શિપ સર્વિસિસ પણ કાચા તેલના ગેરકાયદેસર પરિવહનમાં સામેલ હતી.
ADVERTISEMENT
ઈઝરાયેલ પર ઑક્ટોબર 1 ના હુમલા બાદ અમેરિકા એક્શન મોડમાં આવી છે અને તેને ઈરાનના ઉર્જા વેપાર એટલે કે તેલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરને નિશાન બનાવ્યો છે. આ સાથે જ તેના પરિવહનને લઈને ઘણા નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
જે ભારતીય કંપનીને પ્રતિબંધિત કરી છે તેના વિશે વાત કરીએ તો ભારતીય કંપની ગબ્બોરો શિપ સર્વિસ તેના ટેન્કર હોર્નેટ દ્વારા એશિયન દેશોને ઈરાની તેલ સપ્લાય કરે છે. આ ટેન્કર ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતા કહેવાતા 'ઘોસ્ટ ફ્લીટ' એટલે કે ભૂત કાફલાનો એક ભાગ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લેતા ભારતીય કંપની વિશે આ વાત કહી હતી. આટલું જ નહીં એક ભારતીય કંપની સહિત ઈરાનના ઓઈલ બિઝનેસ સાથે જોડાયેલી દુનિયાભરની લગભગ એક ડઝન કંપનીઓ પર અમેરિકાના તાજેતરના પ્રતિબંધોના ઘેરામાં આવી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.