બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:34 AM, 13 September 2024
અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનના સામે ગુરૂવારે મોટો નિર્ણય કર્યો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરને કહ્યું છે કે પાકિસ્તાનના સામે તેમનું કડક વલણ યથાવત છે. અમેરિકાએ પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં મળતી ચીની મદદ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ADVERTISEMENT
જે ચીની સંસ્થાઓને બેન કરવામાં આવી છે તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમની આપૂર્તિમાં તે શામેલ છે. હાલ અમેરિકાના આ નિર્ણય પર પાકિસ્તાનની તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
ADVERTISEMENT
અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ અને ટેક્નોલોજીના પ્રસારમાં શામેલ ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિના સામે કાર્યવાહી કરી છે. અમેરિકી વિદેશ મંત્રાલયના આદેશ 13382 અનુસાર ખાસ કરીને બીજિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓટોમેશન ફોર મશીન બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રીને રજીસ્ટર્ડ કર્યું છે. આ કંપની સામૂહિક વિનાશના હથિયાર અને તેમના વિતરણના સાધનોના માધ્યમો પર કામ કરે છે.
ચીનની આ કંપનીઓ પર લગાવવામાં આવ્યો બેન
વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું કે RIAMBએ શાહીન-3 અને અબાબીલ પ્રણાલિયો સાથે જોડાયેલા ઉપકરણોમાં પાકિસ્તાનની મદદ કરી છે. અમેરિકાએ કહ્યું છે કે આ કંપનીએ પાકિસ્તાની મિસાઈલ પ્રોજેક્ટ માટે રોકેટ મોટર્સના પરીક્ષણ હેતુ ઉપકરણ ખરીદવામાં પાકિસ્તાનની સાથે કામ કર્યું છે.
તેની સાથે જ ચીની કંપનીઓ હુબેઈ હુઆચાંગડા ઈન્ટેલિજન્સ ઈક્વિપમેન્ટ કંપની, યુનિવર્સલ એન્ટરપ્રાઈઝ અને શીઆન લોંગડે ટેક્નોલોજી ડેવલોપમેન્ટ કંપનીની સાથે પાકિસ્તાન સ્થિત ઈનોવેટિવ ઈક્વિપમેન્ટ પર બેન લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં એક ચીની નાગરીકને પણ શામેલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે ચીનને ઉપકરણ પહોંચાડવામાં મદદ કરી છે.
અમેરિકી એક્શન પર શું બોલ્યુ ચીન?
અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટના સામે તેમની કાર્યવાહી ચાલી રહી છે. પછી તે દુનિયાના કોઈ પણ ખુણાથી સંચાલિત થઈ રહ્યું હોય. બીજી તરફ ચીને અમેરિકાના તરફથી લગાવવામાં આવેલા આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે.
અમેરિકામાં સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યૂએ કહ્યું, "ચીન આ પ્રકારના એકતરફા પ્રતિબંધોનો આકરો વિરોધ કરે છે. આ પ્રકારના પ્રતિબંધનું આંતરરાષ્ટ્રીય કાયદા કે યુએસ સુરક્ષા પરિષદની સત્તામાં કોઈ આધાર નથી. બેઈજિંગ હંમેશા ચીની કંપનીઓ અને લોકોના હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.