amendment law discriminatory against muslims says UNITED NATIONS
સંયુક્ત રાષ્ટ્ર /
નાગરિકતા કાયદા પર UNનું નિવેદન, કહ્યું 'તેની પ્રકૃતિ મૂળ સ્વરૂપથી ભેદભાવપૂર્ણ'
Team VTV12:14 PM, 14 Dec 19
| Updated: 12:36 PM, 14 Dec 19
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદથી જ દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આસામ અને તેના આસપાસનાં રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. વિવિધ સ્થળો પર હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે સંક્યુત રાષ્ટ્ર દ્વારા પણ નવા કાયદા પ્રતિક્રિયા સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર સંસ્થાએ ભારતનાં નવા નાગરિકતા સંસોધન કાયદા પર શુક્રવારે ચિંતા વ્યક્ત કરી હતી. માનવાધિકાર સંસ્થાનાં પ્રવક્તાએ સરકારને ભારત દ્વારા કરવામાં આવેલી સંધિઓ યાદ અપાવી હતી. તથા નવા કાયદાની પ્રકૃતિ જ ભેદભાવપૂર્ણ ગણાવી હતી.
સંસ્થાનું માનવું છે કે આ કાયદાનું મૂળ જ ભેદભાવપૂર્ણ છે
સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર સંસ્થાએ ભારતનાં નવા નાગરિકતા સંસોધન કાયદા પર શુક્રવારે ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાનું માનવું છે કે આ કાયદાનું મૂળ જ ભેદભાવપૂર્ણ છે. નવા નાગરિકતા કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં બિન-મુસ્લિમ અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર સંસ્થાનાં પ્રવક્તા જેરેમી લોરેન્સે જીનીવામાં કહ્યું કે 'અમે ભારતનાં નવા નાગરિકતા કાયદાને લઈને ચિંતિત છીએ, જેની પ્રકૃતિ જ મૂળ સ્વરૂપથી ભેદભાવપૂર્ણ છે'
ભારત સાથે થયેલી સંધિઓનો ઉલ્લેખ કર્યો
વધુમાં તેમણે કહ્યું કે આ કાયદો ભારતનાં બંધારણમાં દર્શાવેલા કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય નાગરિક અધિકાર નિયમની પ્રતિબદ્ધતાને ઓછી કરે છે. આ કાયદો વંશીય ભેદભાવ નાબુદ કરવા માટે ભારતની જવાબદારીઓ ઓછી કરે છે. વંશીય ભેદભાવ નાબુદ સંધી એટલે કે ભારત વંશ, ધર્મ કે જાતીનાં આધારે ભેદભાવ કરશે નહીં, આ કાયદાથી ભારતની આ સંધીમાં જવાબદારીઓ ઘટે છે. નોંધનીય છે કે દિલ્હીમાં ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કાયદો ભારતમાં પહેલેથી જ નિવાસ કરી રહેલા પાડોશી દેશથી ઉત્પીડિત અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાની વાત કરે છે. દરેક દેશ પાસે પોતાના નાગરિકોની ગણતરી કરવાના અધિકાર છે.
કાયદા પર વિચાર કરવા આપી સલાહ
લોરેન્સે કહ્યું કે ભારતમાં નાગરિકતા આપવા માટે અત્યારે પણ કાયદા છે પરંતુ અ કાયદો લોકો પર ભેદ્ભાવપૂર્ણ અસર કરશે. માત્ર 12 મહિના પહેલાં જ ભારતે ગ્લોબલ કોમ્પેક્ટ ફોર સેફ, રેગ્યુલર એન્ડ ઓર્ડરલી માઈગ્રેશનનું સમર્થન કર્યું છે,જેના હેઠળ દેશ પ્રવાસીયો ને જરૂરી વ્યવસ્થાઓ આપશે, તેમની ધરપકડ કરવી અને સામુહિક રૂપથી દેશની બહાર કાઢવી જેવી પ્રક્રિયાઓથી બચશે. વધુમાં લોરેન્સે કહ્યું કે અમે માનીએ છે કે ભારતની સર્વોચ્ચ અદાલત નવા કાયદાની સમીક્ષા કરશે, આશા છે કે ભારત આ કાયદા સાથે આંતરરાષ્ટ્રીય અનુકુળતા પર વિચાર કરશે.