બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, રસ્તાઓ પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ બંધ હાલતમાં

અમદાવાદ / AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, રસ્તાઓ પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ બંધ હાલતમાં

Last Updated: 03:36 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Sprinkler Pilot Project Latest News : અમદાવાદમાં હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, ચાર રસ્તાઓ પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ બંધ, પાણીની મોટર, પાણીના ડ્રમ અને સ્પ્રિંકલરની નોઝલો પણ ગાયબ

AMC Sprinkler Pilot Project : મેટ્રો સિટી અમદાવાદની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન હવે AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો થયો હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, અંગ દઝાડતી ગરમીથી પ્રજાજનોને રાહત મળે તે માટે તાજેતરમાં ચાર રસ્તા પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે હાલ આ સ્પ્રિંકલર સિસ્ટમ ધૂળ ખાઈ રહી છે. આ સાથે પાણીની મોટર, પાણીના ડ્રમ અને સ્પ્રિંકલરની નોઝલો પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ બધાની વચ્ચે હવે સ્પ્રિંકલર સિસ્ટમ હાલમાં બંધ કરવામાં આવી છે.

અમદાવાદમાં તાજેતરમાં જ પ્રજાજનોને ગરમીથી રાહત મળે તે માટે શહેરમાં ત્રણ જગ્યાએ ચાર રસ્તાઓ પર લગાવવામાં ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ચાર રસ્તા ઉપર આ સ્પ્રિંકલર સિસ્ટમ મૂકવામાં આવી હતી. જેથી વાહન ચાલકો ચાર રસ્તા ઉપર પહોંચે ત્યારે તેમના ઉપર પાણીનો છંટકાવુ થાય અને ગરમીમાંથી થોડી ઘણી રાહત મળે. પરંતુ લગભગ એક મહિના સુધી ચાલેલી આ પાયલોટ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ દિવસથી બંધ રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

આ સાથે હવે સ્પ્રિંકલર સિસ્ટમ તો જેમની તેમજ છે પરંતુ પાણી માટેના ડ્રમ અને મોટર ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પ્રિંકલર સિસ્ટમ સિસ્ટમ બંધ થવાનો મહત્વનો એક કારણ પણ સામે આવ્યું છે જેમાં અમદાવાદ પોલીસ દ્વારા ચાર રસ્તા ઉપર લગાવવામાં આવેલા કેમેરામાં વિઝન પાણીના કારણે ધૂંધળું થવાના લીધે આ સિસ્ટમ બંધ કરવામાં આવી હોવાનું પણ એક કારણ ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે, સ્પ્રિંકલર સિસ્ટમ માંથી અનેક વખત મોટરની ચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sprinkler Pilot Project AMC Sprinkler Pilot Project Ahmedabad AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ