AMC writes letter to Metro Authority regarding storm waterline damage in the city
અમદાવાદ /
ભારે વરસાદ આટલા વિસ્તારોમાં ભરાઈ શકે પાણી, શહેરમાં સ્ટોર્મ વોટરલાઈન ડેમેજ મામલે AMCએ મેટ્રો ઓથોરિટીને લખ્યો પત્ર
Team VTV01:52 PM, 25 Jun 21
| Updated: 02:12 PM, 25 Jun 21
અમદાવાદ AMCએ મેટ્રો ઓથોરિટીને પત્ર લખ્યો અને સ્ટોર્મ વોટરલાઈન ડેમેજ થતા વરસાદી પાણી ભરાવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અમદાવાદમાં 20થી વધુ મોટી સ્ટોર્મ વોટરલાઇન ડેમેજ
1 વર્ષથી અખબારનગરથી રાણીપ સુધી મેટ્રોની કામગીરી
નારણપુરા, રાણીપ,વાડજમાં પાણી ભરાવવાની સંભાવના
અમદાવાદ સ્માર્ટસિટી તરીકે ઓળખાય છે. પરંતુ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ આ સ્માર્ટ સિટી અમદાવાદ ભૂવા સિટી બની જાય છે તેમજ થોડા વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ જતા જોવા મળે છે.
AMCએ મેટ્રો ઓથોરિટીને પત્ર લખ્યો
અમદાવાદ AMCએ મેટ્રો ઓથોરિટીને પત્ર લખ્યો અને સ્ટોર્મ વોટરલાઈન ડેમેજ થતા વરસાદી પાણી ભરાવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. AMCએ મેટ્રો ઓથોરિટીને પત્રમાં જણાવ્યું છે કે અમદાવાદમાં 20થી વધુ મોટી સ્ટોર્મ વોટરલાઇન ડેમેજ થઈ ચુકી છે તેમજ અખબારનગર સર્કલ, વ્યાસવાડી વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં વરસાદ સમયે થશે અસર
બીજી તરફ વારંવાર ભૂવા પડવાની ઘટનાને લઈને પણ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે શહેરમાં મેટ્રોની કામગીરી ચારી રહી છે ત્યારે મ્યુનિસિપર્લ કોર્પોરેશને મેટ્રો ઓથોરિટીને પત્ર લખીને જાણ કરી છે કે શહેરના અનેક વિસ્તારમાં ભૂવાઓ તેમજ સ્ટોર્મ વોટર લાઈન ડેમેજ થઈ છે જેથી વરસાદમાં પાણી ભરાવવાની સંભાવના જોતા મેટ્રો ઓથોરિટીને જાણ કરવામાં આવી છે.
રાણીપ,વાડજમાં પણ પાણી ભરાવવાની સંભાવના
શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની પાસે જ મણિનગર-ખોખરાના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. જોકે દર વખતની જેમ AMCએ આ વખતે પણ માત્ર બેરીકેડ લગાવીને સંતોષ માન્યો છે. સ્થાનિકો દ્વારા રસ્તા પર ભૂવા પડવા સાથે ગટરના ગંદા પાણી લીક થઈને માર્ગ પર ફરી વળતા હોવાની અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવી રહ્યો નથી
વધુ વરસાદની સ્થિતિમાં વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના
નારણપુરા વિસ્તારમાં વરસાદ સમયે ઘણા ખરા વિસ્તારોમાં અસર થઈ શકે છે તો રાણીપ, વાડજમાં પણ વરસાદી પાણી પાણી ભરાઈ શકે છે વધુ વરસાદની સ્થિતિમાં આ વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના ભૂવા પડવાની સંભાવાઓ પણ સેવાઈ રહી હોવાનું AMC પત્રમાં જણાવ્યું છે. મહત્વનું છે કે એક વર્ષથી અખબારનગરથી રાણીપ સુધી મેટ્રો લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના મ્યુ કોર્પોરેશને મેટ્રો ઓથોરિટીને પત્ર લખી 20થી વધુ સ્ટોર્મ વોટર લાઈન ડેમેજ થઈ હોવાનું જણાવ્યું છે.