AMC tax department will be completely online from today
ડિજિટલ /
આજથી AMCનો ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ઓનલાઈન, હવેથી ઘરે બેઠાં જ અમદાવાદીઓ ઉઠાવી શકશે આ સુવિધાનો લાભ
Team VTV07:52 AM, 02 Nov 22
| Updated: 08:51 AM, 02 Nov 22
હવેથી ટેક્સની ચૂકવણી કે સુધારા કરાવવામાં અમદાવાદીઓને તકલીફ નહીં પડે કારણ કે આજથી AMCનો ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ઓનલાઈન થઇ ગયો છે.
આજથી AMCમાં ટેક્સની ચૂકવણી કે સુધારા કરાવવા સરળ પડશે
AMCનો ટેક્સ વિભાગ આજથી સંપૂર્ણપણે ઓનલાઈન થઇ ગયો
9 પ્રકારની અરજીઓ ઓનલાઈન કરી શકાશે
અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે આજથી AMCમાં ટેક્સની ચૂકવણી કે સુધારા કરાવવા હવેથી સરળ બનશે. AMCનો ટેક્સ વિભાગ આજથી સંપૂર્ણપણે ઓનલાઈન થઇ જશે. જેના લીધે 9 પ્રકારની અરજીઓ હવેથી ઓનલાઈન કરી શકાશે. સિવિક સેન્ટરના કર્મીની મદદથી પણ અરજી કરી શકાશે.
AMCની એપ્લિકેશન ઓનલાઈન ચૂકવણી App બંધ રખાઇ હતી
મહત્વનું છે કે, AMCની એપ્લિકેશન ઓનલાઈન ચૂકવણી App બંધ રાખવામાં આવી હતી. 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ App બંધ રખાઈ હતી. આથી, આજથી નવા સુધારા સાથે ફરીવાર આ App ચાલુ કરવામાં આવી છે. AMCમાં ટેક્સની ઓનલાઇન ચૂકવણીની સુવિધાના કારણે હવેથી નાગરિકોએ સિવિક સેન્ટર કે વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ જવાની જરૂર નથી. માત્ર વેબસાઈટ ઉપર પણ તેઓ ફોર્મ ભરી યોગ્ય પુરાવા આપીને ઓનલાઇન કામગીરી કરી શકશે.
ટેક્સ સંબંધિત તમામ કામગીરી આજથી ઓનલાઇન કરી શકાશે
તમને જણાવી દઇએ કે, AMCના ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી, વ્હીકલ કે પ્રોફેશનલ ટેક્સની ઓનલાઈન ચૂકવણી કે સુધારા વગેરે કામગીરી માટે અદ્યતન સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ કામગીરી કરવામાં આવતી હોવાથી ટેક્સ વિભાગની કોઈ પણ કામગીરી જેવી કે ઓનલાઇન - ઓફલાઈન ટેક્સ પેમેન્ટ કે સુધારા વગેરે AMCના સિવિક સેન્ટર કે કોર્પોરેશનની એપ્લિકેશન તથા અન્ય ઓનલાઈન ચૂકવણી App મારફતે થતી ચૂકવણી તેમજ અન્ય કામગીરી 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવી હતી. જે આજથી સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. આથી લોકો ટેક્સ સંબંધિત તમામ કામગીરી આજથી ઓનલાઇન કરી શકશે.