અમદાવાદ / શાકભાજી-ફળ સિવાયની વસ્તુઓ વેચતા ફેરિયા પરનો પ્રતિબંધ યથાવત

AMC still bars street vendors to sell products except vegetables and fruit sellers

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અનલોક-૧ હેઠળ ગત તા.૧ જૂનથી લોકડાઉનમાં છૂટછાટ અપાતાં સમગ્ર અમદાવાદનું સામાન્ય જનજીવન લગભગ બે મહિનાથી વધુના સમયગાળા બાદ ધમધમતું થયું હતું. એક અઠવાડિયાથી પૂર્વ અમદાવાદનો વિસ્તાર પણ પૂર્વવત્ થયો છે. એએમટીએસ અને બીઆરટીએસ બસ સર્વિસનો પણ પેસેન્જરને લાભ મળી રહ્યો છે, જોકે શહેરી બસ સેવાને રિવરબ્રિજ ઓળંગવાની અનુમતિ અપાઇ નથી, તે સમયે શાકભાજી-ફળફળાદિના ફેરિયાઓને જ વેેચાણની છૂટ અપાઇ હતી. અન્ય વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયા પરનો પ્રતિબંધ મ્યુનિસિપલ તંત્રની અગાઉની જાહેરાત મુજબ હટાવાયો નથી. આજની સ્થિતિએ આવા તમામ ફેરિયા પરનો પ્રતિબંધ યથાવત રહ્યો હોઇ આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે વિવાદાસ્પદ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ