AMC spends less money than specified in budget and is dependent on Gujarat government grant
લો બોલો! /
રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુરક્ષા માટે પ્રજા પરેશાન અને મનપાનું બજેટ વપરાતું નથી?
Team VTV03:44 PM, 02 Jan 20
| Updated: 05:16 PM, 02 Jan 20
એક આશ્ચર્યજનક રિપોર્ટમાં અમદાવાદમાં AMC દ્વારા અંદાજિત બજેટનો તેઓ સુવ્યવસ્થિત ઉપયોગ નથી કરી શકતા તેમ સામે આવ્યું છે. 2015-16માં AMCએ બજેટના 77% નાણાનો ખર્ચ કર્યો હતો જયારે 2017-18માં તો AMCએ બજેટની ફક્ત 59% રકમનો ખર્ચ કર્યો હતો.
નોંધનીય છે કે આ ખર્ચ ઘટતા શહેરમાં ચાલી રહેલા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટ્સને ઓછું ફંડિંગ મળે છે.
કેટેગરી
ખર્ચ (કરોડમાં)
બજેટમાં અંદાજિત ખર્ચ
કુલ બજેટના કેટલા ટકા
એસ્ટાબ્લિશમેન્ટ
906
1188
14.75%
પાણી
447
794
9.86%
આરોગ્ય
463
770
9.56%
શિક્ષણ (AMC શાળાઓ)
401
711
8.84%
ડ્રેનેજ
232
569
7.07%
ફૂટપાથ
287
543
6.75%
ટોઇલેટ
228
469
5.83%
સડક સફાઈ
278
370
4.59%
સુએજ
139
328
4.07%
હાઉસિંગ
189
337
4.19%
સેવાઓ
175
350
4.35%
AMTS
317
340
4.22%
બ્રીજ
111
302
3.75%
ઓછું ટેક્સ કલેક્શન છે આનું કારણ
પાથે બજેટ સેન્ટર નામના એક NGO વડે કરવામાં આવેલા એનાલિસીસ અનુસાર AMC પોતાના ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ પણ પૂરો કરી શકી નથી. AMCના રેવન્યુ કલેક્શનમાં 2014-15માં 75% થી વધારો થઇને 2018-2019માં 85% થયું હતું. વર્ષ 2017-18માં AMCમાં સૌથી વધુ આવકની ઘટ (રૂપિયા 1367 કરોડ) નોંધાઈ હતી.
2018-19માં AMCના દાવા મુજબ તેણે 4300 કરોડનો ટેક્સ ઉઘરાવ્યો હતો. જો કે આ વર્ષે તેણે અંદાજિત બજેટ 5240 કરોડ રાખ્યું હતું.
રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદ લેવાય છે
2018-19માં AMCએ 8051 કરોડનું બજેટ જાહેર કર્યું હતું. આ પૈકી તેમણે 4124 કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શનના કામો પાછળ વાપરવાના હતા. આ પૈકી 1747 કરોડ રૂપિયા AMCએ ટેક્સ પેટે પોતે ઉભા કર્યા હતા જયારે બાકીના રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લીધા હતા.