બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની આ સ્કૂલમાં અપાય 'જમીની' જ્ઞાન, બાળકો જાતે ઉગાડે શાકભાજી, 1500 વિદ્યાર્થી કરે છે અભ્યાસ
Last Updated: 11:15 PM, 4 August 2024
આજના સમયમાં શિક્ષણ આધુનિક બન્યું છે અને તેમાં પણ શહેરી વિસ્તારમાં ભણતા બાળકો માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવી શકે છે. જમીન સાથેનો તેમનો નાતો નથી રહેતો. પરંતુ અમદાવાદની એક એવી શાળા પણ છે જે બાળકોને શિક્ષણની સાથે-સાથે કેવી રીતે શાકભાજીનો ઉછેર કરી શકાય તેના પાઠ પણ ભણાવે છે.
ADVERTISEMENT
સરકારી શાળામાં કેળવણીના પાઠ શીખતા વિદ્યાર્થીઓ
ADVERTISEMENT
અમદાવાદ જેવા શહેરમાં બાળકો ભણે અને હોશિયાર પણ બને. પરંતુ જમીન સાથેનો તેમનો નાતો દૂર-દૂર સુધી રહેતો નથી. જેથી તેઓ કેવી રીતે ખેતી થાય છે. કેવી રીતે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થાય છે તેનું જ્ઞાન ધરાવતા નથી. પરંતુ અમદાવાદમાં AMC સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બાળકોને ખેતી અંગેનું પણ જ્ઞાન આપવામાં આવે છે અને તે પણ પ્રેક્ટિકલી. અહીં સ્કૂલમાં વિવિધ પ્રકારના શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે અને કેવી રીતે શાકભાજીનો ઉછેર થાય છે તે અંગેનું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓના હાથે પણ વિવિધ શાકભાજીના છોડનું વાવેતર કરાવવામાં આવે છે. આવું કરવા પાછળનું ઉદ્દેશ્ય શું છે તે પણ અમે શાળાના આચાર્ય પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: ગુજસીટોક કેસ; રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલના સણસણતા આરોપ
શિક્ષણ સાથે ખેતીનું વિજ્ઞાન ભણી રહ્યા છે બાળકો
તમને નવાઈ લાગશે પરંતુ ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના ગ્રૂપ બનાવીને ગાર્ડનની સંભાળ રાખવામાં આવે છે.. સ્કૂલમાં છેલ્લા ૧૦ વર્ષથી ઈકો કલબ ચાલે છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણની સાથે ફળ-ફૂલ, શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે. અને તેમાં આવતા ફળ અને શાકભાજી શાળાના કુપોષિત બાળકોને આપવામાં આવે છે. મનપા સંચાલિત આ શાળામાં હાલ 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શહેરની વચ્ચે રહીને પણ ગામડામાં થતી ખેતીનું વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી રહ્યા છે. એટલે કે, અહીં પુસ્તકીયા જ્ઞાન સાથે-સાથે જમીન સાથે જોડાયેલું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને પરોસાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.