બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC orders private hospitals to have 3,000 beds ready
Ronak
Last Updated: 12:13 PM, 10 January 2022
ADVERTISEMENT
અમદાવાદમાં રોકેટની ગતીએ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે પણ અમદાવાદમાં 2500 કરતા વધારે કેસ નોંધાયા હતા. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખી લોકો પણ હવે કાળજી રાખી રહ્યા છે. બીજી તરફ દિવસેને દિવસે ગંભીર થઈ રહેલી પરિસ્થિતીને કારણે તંત્ર પણ એકશનમાં આવી ગયું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં AMC દ્વારા એલર્ટ જાહેર
વકરી રહેલા કોરોનાના કેસોને કારણે હવે AMC દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ એમએમસી દ્વારા ખાનગી હોસ્પિટલોને તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી આવનારા દિવસોમાં કેસોની સંખ્યા ધાર્યા કરતા પણ વધારે હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
ખાનગી હોસ્પિટલોને તૈયારી રાખવા આપી સૂચના
ખાનગી હોસ્પિટલોને તંત્ર દ્વારા સારવાર માટે તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેમા ખાસ કરીને કોરોનાના બેડ ખાનગી હોસ્પિટલો ગોઠવી રાખે તેવી સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં કોરોના કેસ વધે તો તેની તકેદારીના ભાગ રૂપે એએમસી દ્વારા અત્યારથી એકશનમાં આવી ગઈ છે.
3 હજાર બેડ ખાનગી હોસ્પિટલોને તૈયાર રાખવા કહ્યું
ઉલ્લેખનીય છે કે વકરતા જતા કોરોનાને કારણે AHNA હોદ્દેદારોએ AMCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે બેઠકમાં ખાનગી હોસ્પિટલોને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી જેમા ખાનગી હોસ્પિટલોને 3 હજાર જેટલા બેડ અત્યારથી ઉપલબ્ધ કરાવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.