ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે અમદાવાદમાં આજથી 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને શહેરમાં માત્ર દુધ અને દવા સિવાયની તમામ દૂકાનો બંધ રહેશે. પરંતુ તંત્રના આ નિર્ણયને બોપલમાં શાકભાજીના ફેરિયાઓ ઘોળીને પી ગયા હોય તેમ સવારે દુકાનો ખોલતા લાંબી લાઇનો જોવા મળી હતી.
નગરપાલિકાના નિર્ણય છતાં બોપલમાં શાકભાજીની દુકાનો ખુલ્લી
શાકભાજીની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી
અમદાવાદ મહાનગરપાલિકના નિર્ણય બાદ બોપલ-ઘુમા નગરપાલિકા દ્વારા પણ દવા અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય તેમ છતાં બોપલમાં શાકભાજીની દુકાનો ખુલ્લી જોવા મળી રહી હતી.
જેને લઇને શાકભાજીની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી. ઉલ્લેખનીય છે કે 15મી સુધી મનપા દ્વારા દૂધ-મેડિકલ સ્ટોરની જ છૂટ અપાઇ છે. મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલા રાખી શકાશે, જ્યારે દૂધની દુકાનો સવારના 7થી 11 કલાક જ ખુલ્લી રહેશે.