બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની આ જગ્યાઓ પર જતાં પહેલા ચેતજો, રાજકોટ જેવો કાંડ થઈ શકે, ફાયર સેફટીનો ઉલાળિયો

તપાસ / અમદાવાદની આ જગ્યાઓ પર જતાં પહેલા ચેતજો, રાજકોટ જેવો કાંડ થઈ શકે, ફાયર સેફટીનો ઉલાળિયો

Last Updated: 08:11 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: AMCના 68 અર્બન UHC, CHCમાં ફાયર એલાર્મનો અભાવ અને 39માં UHC અને CHC ફાયર સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો છે

રાજકોટની ઘટના બાદ વીટીવી ન્યૂઝની ટીમે અમદવાદની સરકારી ઓફિસમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં AMCની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. AMCના અર્બન હેલ્થ સેન્ટરમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

UHC-CHCમાં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા

AMC સંચાલિત મોટા ભાગના UHC-CHCમાં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા થતા હોવાનું ખુલ્યું છે. AMCના 68 અર્બન UHC, CHCમાં ફાયર એલાર્મનો અભાવ અને 39માં UHC અને CHC ફાયર સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો છે. જ્યારે 42 UHC અને CHCમાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી.

'ફાયર સેફ્ટીના નામે તંત્ર નાટક ન કરે'

ઉલ્લેખનીય છે કે જ્યાં સારવાર માટે જાય છે ત્યાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો. અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર NOC નહિ હોવાનો AMC વિપક્ષ નેતાનો આરોપ છે. ફાયર સેફ્ટીના નામે તંત્ર નાટક ન કરે, જરૂરી પગલાં લેવામાં આવે માગ કરી છે.

વાંચવા જેવું: VIDEO: PM મોદીએ વિપક્ષની ભાષા પર ઉઠાવ્યો સવાલ, તો શક્તિસિંહે કર્યો વળતો પ્રહાર

ફાયરસેફ્ટીને લઈને તપાસ

અમદાવાદ જિલ્લા તંત્ર મોડું મોડુ પણ જાગ્યું ખરૂ અને ગેમ ઝોન અને ફન ફેર તેમજ મેળા સહિત વિવિધ સ્થળ પર તપાસ કરી કડક કાર્યવાહી કરવા સુચન કરાયું છે. રાજકોટની ઘટનાને આજે ચોથો દિવસ થયો છતાં પણ અમદાવાદ તંત્રની પાસે તેમના વિસ્તારમાં ફાયરસેફ્ટીને લઈને તપાસ પૂરતી નહોતી કરાઈ. જોકે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો એડિશનલ કલેકટરે દાવો કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fire Safety Checking Fire Safety Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ