બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગ્યું તંત્ર, 3 વર્ષથી ચાલતા ગેમ ઝોનને આખરે AMC એ કર્યું સીલ
Last Updated: 12:48 PM, 27 May 2024
રાજકોટનાં અગ્રિકાંડ બાદ અમદાવાદમાં તંત્ર જાગ્યું છે. અમદાવાદના નિકોલમાં આવેલા ગેમઝોનને સીલ કરાયું છે. કોઈ પણ મંજૂરી વગર 3 વર્ષથી ગેમ જોન ચાલતું હતું. એએમસીના એસ્ટેટ વિભાગે ગેમઝોનને સીલ કર્યું હતું. અગ્નિકાંડ બાદ એએમસીને ગેમઝોન સીલ કરવાનું યાદ આવ્યું. છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમઝોન વિશે એએમસી અજાણ હતું!
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ ગેમિગ ઝોનમાં તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ગેમિગ ઝોન તપાસ કમિટીએ સરકાર, મનપાને રિપોર્ટ સોંપ્યો હતો. તેમજ આજે રિપોર્ટની કોપી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગનાં ગેમઝોનમાં એન્ટ્રી-એક્ઝીટ એક જ ગેટ હતો. અમદાવાદ શહેરમાં અનેક ગેમઝોન આવેલા છે. તેમજ કેટલાક ગેમઝોનમાં તપાસમાં ક્ષતિઓ સામે આવી છે. ગેમઝોનમાં એન્ટ્રી-એક્ઝીટ એક જ જોવા મળી હતી. તો કેટલાક ગેમઝોનમાં પુરતા વેન્ટિલેશન જ નથી.કેટલાક ગેમઝોન ફાયરની એનઓસી વગર ધમધમી રહ્યા છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા 3 ટીમો બનાવી વિવિધ ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 14 મોટા અને 10 નાના ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. ગેમઝોનમાં એન્ટ્રી-એક્ઝીટનો એક જ રસ્તો હતો. તો કેટલાક સ્થળે એક ગેમ ઝોનની મંજૂરીથી વધુ ગેમઝોન ચાલતા હતા. કેટલાક સ્થળે એક ગેમ ઝોનની મંજૂરીથી વધુ ગેમઝોન ચાલતા હતા. આલ્ફાવન મોલ અને પેલેડિયમ મોલમાં એક ગેમ ઝોનની મંજૂરી લેવાઈ હતી. જ્યાં તપાસ કરતા મોલમાં વધુ ત્રણ ગેમ ઝોન ચાલતા હોવાનું સામે આવ્યું હતું. બોપલ, સિંધુભવન રોડ પર એન્ટ્રી-એક્ઝિટ એક જ જોવા મળી હતી. તેમજ ચાંદખેડા, વસ્ત્રાલ, નિકોલ ગેમઝોનમાં એન્ટ્રી-એક્ઝિટ એક જ જોવા મળી હતી. હાલ શહેરનાં તમામ ગેમ ઝોન આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.
અમદાવાદ મનપાએ ગેમીંગ ઝોનની ચકાસણી પૂર્ણ કરી છે. તેમજ હાઈકોર્ટમાં મનપા દ્વારા જવાબ રજૂ કર્યો કર્યો હતો. અમદાવાદ શહેરમાં કુલ નાના મોટા 34 ગેમીંગ ઝોન છે. જેમાં 34 પૈકી 28 ઈન્ડોર અને 6 આઉટડોર ગેમીંગ ઝોન છે. 34 પૈકી 31 ગેમીંગ ઝોન પાસે એનઓસી ઉપલબ્દ છે. 3 ગેમીંગ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. એનઓસી નથી તેવા ગેમીંગ ઝોન સામે કાર્યવાહી થશે. જે ગેમીંગ ઝોનમાં સામાન્ય ત્રૂટી જણાઈ તેમને હાલ પૂરતા બંધ કરાયા છે. તેમજ ત્રુટીઓ પૂરી કર્યા બાદ ગેમીંગ ઝોન ખોલવા અમદાવાદ મ્યુનિ મંજૂરી આપશે.
રાજકોટની ઘટના પછી અમદાવાદનું તંત્ર દોડતું થયું છે. તેમજ અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ કરાશે. તેમજ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આવેલી કુલ 1200 શાળાઓમાં ચેકિંગ હાથ ધરાશે. તેમજ શિક્ષણાધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.