સાવધાન! / પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતની થઈ શકે છે હરાજી, બોજો પણ વધી શકે છે

AMC auction your property if you have don't pay property taxes

મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઓક્ટ્રોય નાબૂદી બાદ આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. તંત્ર દ્વારા ચાલુ વર્ષમાં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ.૧૦પ૦ કરોડનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ લક્ષ્યાંકને ૩૧ માર્ચ, ર૦ર૦ સુધીમાં મેળવી શકાય તેવી શક્યતા છે, પરંતુ સત્તાવાળાઓ માટે પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સ સૌથી મોટો માથાનો દુખાવો છે. લાખો-કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સને કાયદાના સાણસામાં લેવા તેમના રેવન્યૂ રેકોર્ડમાં બોજો નોંધાવવાની દિશામાં તંત્રએ ચક્રો ગતિમાન કર્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ