બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC A draft budget of 8400 crores was presented

લેખાજોખો / અમદાવાદીઓને AMCએ ચોંકાવ્યા, 8400 કરોડનું ડ્રાફટ બજેટ કર્યું રજૂ, મિલકતવેરાના વધારા સાથે એન્વાયરન્મેન્ટ ઈન્ક્રીમેન્ટ ચાર્જનો પણ બોજો

Dinesh

Last Updated: 11:59 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યો છે, બજેટમાં ગત વર્ષની તુલનામાં રૂ. 289 કરોડનો વધારો કરાયો તેમજ પાંચ નવા ફ્લાય ઓવર બનાવાશે

  • AMCનું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
  • અમદાવાદીઓના મિલકતવેરામાં વધારો
  • એન્વાયરન્મેન્ટ ઈન્ક્રીમેન્ટ ચાર્જનો નવો બોજો વસૂલાશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 8400 કરોડનું ડાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકતવેરામાં વધારો કરવામાં આવ્યો છે, ગત વર્ષની સરખામણીએ રૂ. 289 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.  
બજેટમાં મિલકતવેરામાં વધારો કરાયો 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં મિલકતવેરામાં વધારો કરાયો છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને રજૂ કરેલા આ વર્ષના બજેટમાં દેશ વર્ષ બાદ મિલકતવેરામાં વધારો કરવામાં આવ્યો છે. મિલકતવેરાનો જૂનો દર પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 16 હતો, જે વધારીને રૂ. 23 કરવામાં આવ્યો છે, જ્યારે બિનરહેણાક મિલકતોમાં પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 28 હતો તેમાં વધારો કરીને રૂ. 37 કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષનું બજેટ રૂ.8111 કરોડનું હતું, તેમાં રૂપિયા 289 કરોડનો વધારો કરી રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.

ડોર ટુ ડોર કચરાના કલેક્શનનના ભાવમાં વધારો કરાયો
પાણી અને કન્ઝર્વેશન ટેક્સ યથાવત રાખીને નાગરિકોને રાહત અપાઈ છે, પરંતુ મોટા ભાગના રહીશો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરતા નથી ત્યારે તેમની પાસેથી એન્વાયરન્મેન્ટ ઈન્ક્રીમેન્ટ ચાર્જનો નવો બોજો વસૂલાશે, જેમાં રહેણાક માટે રૂ. પાંચથી લઈને ત્રણ હજાર અને બિનરહેણાક માટે રૂ.150થી રૂ.7000 વસૂલાશે તેવી જ રીતે ડોર ટુ ડોર કચરાના કલેક્શનનો ભાવ રૂ. એકથી વધારીને બે કરાયો છે, જ્યારે બિનરહેણાક માટે જે તે વિસ્તાર મુજબ ભાવ વધારો લેવાશે. અમદાવાદમાં માનસી, પંચવટી અને વિસત સર્કલ સહિત કુલ પાંચ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હોવાથી ફ્લાય ઓવર બનાવવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

8400 કરોડ AMC અમદાવાદ ડ્રાફ્ટ બજેટ ફ્લાય ઓવર બનાવાશે મ્યુનિસિપલ કોર્પોરેશન AMC draft budget
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ