amber heard accused johnny depp of slapping her multiple times
આરોપ /
તેણે મારુ દિલ તોડ્યું, અનેક વખત માર માર્યો અને જાતીય શોષણ કર્યું, હોલીવુડનાં જેક્ સ્પેરો સામે પૂર્વ પત્નીના ગંભીર આરોપ
Team VTV03:30 PM, 05 May 22
| Updated: 03:39 PM, 05 May 22
જોની ડેપની એક્સ વાઈફ એમ્બર હર્ડે તેમના પર મારવા પીટવાના અને જાતીય શોષણનાં આરોપો લગાવ્યા છે. જાણો વિગતવાર
એમ્બર હર્ડ અને જોની ડેપ વચ્ચે ચાલી રહ્યો છે કેસ
એમ્બર હર્ડે જોની ડેપ પર લગાવ્યા તેને મારવા પીટવાના આરોપ
જોની ડેપે બધા જ આરોપોને નકાર્યા
એમ્બર હર્ડ અને જોની ડેપ વચ્ચે ચાલી રહ્યો છે કેસ
જોની ડેપ અને એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલ લિગલ લડાઈમાં હવે નવા ખુલાસાઓ થયા છે. જોની ડેપે એક્સ વાઈફ એમ્બર હર્ડ વિરુદ્ધ માનહાનીની ફરિયાદ કરી હતી. આ કેસ સાથે જોડાયેલ ડીટેલ્સ સતત બહાર આવી રહી છે. જોની અને એમ્બરની આ ટ્રાયલ ગયા ત્રણ અઠવાડિયાઓથી ચાલી રહી છે. જોની ડેપ અને તેમની સાઈકોલોજીસ્ટ સહીત અન્ય લોકો બાદ હવે એક્ટ્રેસ એમ્બર હર્ડે વિટનેસ સ્ટેન્ડમાં જઈને પોતાની વાત કહી. એમ્બર હર્ડે રડતા રડતા જણાવ્યું કે જોનીએ તેમના પર પહેલી વાર ક્યારે હાથ ઉઠાવ્યો હતો.
જોનીએ માર્યો હતો તમાચો
એમ્બર હર્ડે જણાવ્યું કે તે એક દિવસ જોની સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે જોનીના ટેટૂ વિષે પૂછ્યું. આ ટેટૂમાં 'વિનો ફોરએવર' લખ્યું હતું, જેને જોઇને એમ્બર હસવા લાગી હતી, જેનાં બદલામાં જોનીએ તેને તમાચો માર્યો હતો. એમ્બરે રડતા રડતા જણાવ્યું કે તે જોની સાથે લગ્નનાં બંધનમાં એટલા માટે હતી કેમકે તે તેમની માફી અને ફરી હાથ ન ઉઠાવવાના પ્રોમિસ પર ભરોસો કરવા માંગતી હતી.
એમ્બરે કહ્યું કે તે જોનીનાં ટેટૂ પર એટલા માટે હસી હતી, કેમકે તેને લાગ્યું હતું કે એક્ટર મજાક કરે છે. એમ્બરે એમ પણ કહ્યું કે તે એ ક્ષણને ક્યારેય નહીં ભૂલી શકે, કેમકે તે ક્ષણે તેનું જીવન બદલી નાંખ્યું. એમ્બર હર્ડે કહ્યું કે જ્યારે જોની દારુ પીતો કે ડ્રગ્સ લેતો, ત્યારે તેને મારતો હતો. જ્યારે જોનીએ કહ્યું કે 'વિનો ફોરએવર' ટેટૂનાં નામ પર તેની એમ્બર સાથે ફાઈટ નહોતી થઇ. જોનીએ તે ટેટૂ એક્સ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ વિનોના રાઈડરનાં નામ પર બનાવ્યું હતું. બ્રેક અપ પછી તેણે વિનોનાને વિનો કરાવી દીધું હતું.
પ્રાઈવેટ પાર્ટમાં કોકીન
એમ્બર હર્ડ અનુસાર, મે 2013માં તે અને જોની એક અઠવાડિયા માટે બહાર ગયા હતા. આ દરમિયાન, જોનીને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને ટેનેં બીજી મહિલા સાથે એમ્બરનાં સંબંધો હોવાના આરોપ લગાવ્યા હતા. તે જ સાંજે જોનીએ એમ્બરન ડ્રેસ ફાડીને તેના પ્રાઈવેટ પાર્ટમાં કોકીન શોધવાની કોશિશ કરી હતી. આ પહેલા સાઈકોલોજીસ્ટ ડોન હ્યૂજે જણાવ્યું હતું કે એમ્બરે આ વાતની જાણકારી આપી હતી.
જોની ડેપે પહેલા જ કોર્ટમાં કહ્યું હતું કે તેણે એક્સ વાઈફ પર ક્યારેય હાથ ઉઠાવ્યો નથી. પરંતુ તે એમ્બર હતી એ જોનીને મારતી હતી. જોની ઈમ્બર પર 50 મિલિયન ડોલરનો માનહાની કેસ કર્યો છે. તેમનું કહેવું છે કે તેના માન સન્માનને ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરીને ઠેસ પહોંચાડતી હતી. આના બદલામાં એમ્બર હર્ડે તેમના પર 100 મિલિયન ડોલર્સનો કેસ કર્યો છે અને કહ્યું છે કે જોનીએ તેને ખોટી કહીને તેનું નામ ખરાબ કર્યું છે.