બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Ambani vs tata and adani know the

બિઝનેસ / ટાટા અને અદાણીને આ બિઝનેસમાં ટક્કર આપવા તૈયાર અંબાણી, હજારો કરોડના પ્લાનનું એલાન

Arohi

Last Updated: 04:54 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોલર સેક્ટરમાં 75000 કરોડનું રોકાણ કરશે મુકેશ અંબાણી, હરીફાઈ સીધ્ધી છે આ બે દિગ્ગજો સામે

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 44માં એજીએમમાં કરી જાહેરાત 
  • ટાટા પાવર અને અદાણી ગ્રીન આ ફિલ્ડના બે દિગ્ગજ ખેલાડી
  • ટાટા પાવર હાલ 1705 મેગાવોટનું સોલર પાવરનું ઉત્પાદન કરે છે

દેશની સૌથી મોટા કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફૂડ અને ટેલિકોમમાં તહેલકો મચાવ્યા બાદ એક નવા બિઝનેસમાં ઝંપલાવા માંગે છે. આ જાહેરાત તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 44માં એજીએમમાં કરી હતી. જી હાં અમે વાત કરી રહ્યા છીએ એ સોલર સેક્ટરની જ્યાં પહેલાથી જ ટાટા અને અડવાણી જેવા ગ્રુપનો કબજો છે. આખા 75000 કરોડના રોકાણથી આ બે દિગ્ગજોને હરાવી શકશે મુકેશ અંબાણી?

કેટલો મોટો વ્યાપાર છે ટાટાનો? 
ટાટા પાવર અને અદાણી ગ્રીન આ ફિલ્ડના બે દિગ્ગજ ખેલાડી છે. ટાટા પાવર હાલ 1705 મેગાવોટનું સોલર પાવરનું ઉત્પાદન કરે છે. ટાટા પાવરની સબ્સિડિયરી કંપની ટાટા પાવર સોલર સ્ટિસ્ટમ્સે હાલમાં બેંગ્લોરના પોતાના કારખાનાના વિસ્તારની જાહેરાત કરી છે. જ્યાર બાદ આ સેલ અને મોડ્યુલરના સંપૂર્ણ ઉત્પાદનની ક્ષમતા 1,100 થઈ જશે. હકીકચે ટાટા પાવર આ સેક્ટરમાં 100 વર્ષથી પણ જુની કંપની છે. ત્યા જ તેની રેવેન્યુની વાત કરવામાં આવે તો કોરોના બાદ પણ કંપનીએ 32,907 કરોડનો રેવન્યુ જનરેટ કર્યું છે. કંપની ભારત ઉપરાંત સિંગાપુર, ઈંડોનેશિયા, દક્ષિણ આફ્રીકા અને ભૂટાનમાં પણ એક્ટિવ છે. 

અદાણી ગ્રીનની વાત કરીએ તો....
અદાણી ગ્રીનની વાત કરીએ તો તે ફક્ત 6 વર્ષ જુની કંપની છે પરંતુ ખૂબ જ ઓછા સમયમાં ગૌતમ અદાણીની આ કંપનીએ આ સેક્ટરમાં ઘણા મોટા કામ કર્યા છે તે આવનાર વર્ષોમાં ઘણી મોટી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. અદાણી ગ્રીનની હાલ 3023 મેગાવોટ સોલર યુનિટ ઉત્પાદનની ક્ષમતા છે અને આ 8,150 મેગાવોટ ક્ષમતા કારખાનાના નિર્માણમાં લાગેલી છે. ફક્ત 5 વર્ષોમાં અદાણી ગ્રીનના શેર 1158 રૂપિયા પર જતો રહ્યો છે. તેના શેરે ફક્ત 9 મહિનાઓમાં રોકાણકારોને 965 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. 

શું મુકેશ અંબાણી આપી શકશે ટક્કર? 
એક તરફ 100 વર્ષ જુની કંપની છે તો બીજી તરફ 2 લાખ કરોડના માર્કેટ કેપિટલ વાળી કંપની. ત્યાં જ મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમને હંમેશા કંઈક મોટુ કરવા માટે જાણવામાં આવે છે. એવામાં હવે ટેલિકોમ રિટેલ બેદ આ સેક્ટરમાં પણ કોમ્પિટિશન જોવા લાયક રહેશે કારણ કે અંબાણીનો ઈતિહાસ છે કે તે જે સેક્ટરમાં જાય છે તેના પર સંપૂર્ણ રીતે કબ્જો કરી લે છે. જીયો તેનું ઉદાહરણ છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Ambani vs tata Ratan Tata TATA adani મુકેશ અંબાણી રતન ટાટા Mukesh Ambani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ